ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની સુચના અને જૂનાગઢ મહાનગર અધ્યક્ષ ગૌરવ રૂપારેલિયાના માર્ગદર્શન હેઠળ તથા ધારાસભ્ય સંજયભાઈ કોટડીયાના નૈતૃત્વમાં ૧૪ એપ્રિલ ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાઓ ઉપર પુષ્પમાળાઓ અર્પણ કરી મીઠાઈઓ ખવડાવી સામુહિક રીતે સંવિધાનનું પ્રસ્તાવ વાંચન કરી ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરજી સન્માન અભિયાનનો કાર્યક્રમ આખા જૂનાગઢમાં બુથ વાઇસ થાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, જૂનાગઢ મહાનગરના તમામ પદાધિકારીઓ, જૂનાગઢ મહાનગરના સંગઠનના તમામ કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલવીબેન ઠાકર, દંડક કલ્પેશભાઈ અજવાણી, ગીતાબેન પરમાર, જૂનાગઢ મહાનગરના કાર્યક્રમ ઇન્ચાર્જ કમલભાઈ ચુડાસમા, સહ ઇન્ચાર્જ મનુભાઈ મોકરીયા, અભયભાઈ રીબડીયા, જીતુભાઈ પરમાર, પ્રદેશ અનુ. જાતિ ઉપાધ્યક્ષ જીતુભાઈ મણવર, બક્ષીપંચ મોરચા પ્રદેશ ઉપાધ્યક્ષ જે.કે. ચાવડા, યોગીભાઈ પઢિયાર, કાર્યક્રમના ઈન્ચાર્જ મોહનભાઈ પરમાર, પ્રદીપભાઈ વાઘેલા, વિજય દાફડા, લીલાભાઈ પરમાર, કોર્પોરેટર પ્રવીણભાઈ વાઘેલા, વાલભાઈ આમસેડા, જાગૃતિબેન વાળા, હસમુખભાઈ મકવાણા, પૂનમબેન પરમાર, મધુબેન મિયાત્રા, વનિતાબેન આમછેડા, ભાવનાબેન વ્યાસ, ચંદ્રીકાબેન રાખસીયા, ભરતભાઈ બાલસ, મિડિયા વિભાગનાં જીતું ઠકરાર, યુવા મોરચા અનુ. જાતિ મોરચા મહિલા મોરચા બક્ષીપંચ મોરચાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમ મિડિયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે.
વોર્ડ નં.૧૧નાં કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો
ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ નીમીતે જૂનાગઢ મહાનગર વોર્ડ નંબર ૧૧માં કોર્પોરેટર કાર્યાલય રોયલ પાર્ક ખાતે મહાનગર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા તથા વોર્ડ પ્રમુખ ભાવેશભાઈની ઉપસ્થિતમાં કોર્પોરેટર શૈલેષભાઈ દવે, દિવ્યાબેન પોપટ, મનોજભાઇ પોપટ, તુષાર સોજીત્રા, મિલન ભટ્ટ, વીમલભાઈ શાહ વગેરેએ આદરણીય બાબા સાહેબ આંબેડકરજીની ચિત્ર પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.