આજે મળી હતી મુખ્યમંત્રી નિવાસ સ્થાને હાઈ લેવલ બેઠક

આજે મળી હતી મુખ્યમંત્રી નિવાસ સ્થાને હાઈ લેવલ બેઠક

ગઈકાલે મુખ્યમંત્રીની જૂનાગઢ જિલ્લા અને ગીરસોમનાથના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતબાદ આજે સવારથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને  હાઈ લેવલની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિમંત્રી જીતુ વાઘની હાજર રહ્યા હતા. તેમજ રાજ્યના મુખ્ય સચિવ એમ. કે. દાસ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. જે બેઠકમાં અન્ય જિલ્લામાં થયેલા કમોસમી વરસાદથી થયેલી નુક્સાનીનો તાગ મેળવ્યો હતો. આ બેઠકમાં અન્ય નાણાવિભાગ, મહેસુલ વિભાગ અને કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ રહ્યા. બેઠકમાં ખાસ હાજર SDRFના નિયમોથી પાર જઈને વિશેષ પેકેજ જાહેર થવાની માહિતી મળી રહી છે. માહિતી મુજબ આવતીકાલ બપોર સુધીમાં ખેડૂતોને મોટીરાહત મળી શકે છે.