એસઆઈઆર કરાવવું ચૂંટણીપંચનો અધિકાર : સુપ્રિમ કોર્ટે મંજુરીની મહોર મારી
(એજન્સી) પટના તા.27
સુપ્રીમ કોર્ટે બિહાર ચૂંટણી પહેલા મતદાર યાદીના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIR પ્રક્રિયાને કાયદેસર અને બંધારણીય ગણાવી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે ચૂંટણી પંચને SIR માટે વિશેષ પ્રક્રિયા અપનાવવાનો અધિકાર છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે અને તેને નિષ્પક્ષ અને શુદ્ધ મતદાર યાદી સુનિશ્ચિત કરવાનો અધિકાર છે. અદાલતે માન્યું કે વિશેષ સંજોગોમાં અલગ પ્રક્રિયા અપનાવવી બંધારણ અને કાયદાની વિરુદ્ધ નથી.
બિહારમાં આ પ્રક્રિયા શરૂ થયા પછી તેને પડકારવામાં આવી હતી. અરજદારોનું કહેવું હતું કે આ સામાન્ય સુધારા પ્રક્રિયાથી અલગ છે અને મતદારોના અધિકારોને અસર કરી શકે છે.


