ખેલ મહાકુંભ – ૨૦૨૬માં જૂનાગઢની કાલરિયા પ્રાયમરી સ્કુલ (અંગેજી માધ્યમ)નાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ‘હેન્ડબોલ ૧૪‘માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું
જૂનાગઢ, તા.૧૭
ગુજરાત સરકાર પ્રેરીત – ખેલ મહાકુંભ ૨૦૨૬ માં જીલ્લા કક્ષાએ ‘હેન્ડબોલ અન્ડર ૧૪‘ રમતમાં પટેલ કેળવણી મંડળ, જુનાગઢ સંચાલિત શ્રીમતી આર. એસ. કાલરિયા પ્રાયમરી સ્કુલનાં અંગ્રેજી માધ્યમનાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલ. આ સિધ્ધી બદલ સંસ્થાનાં પ્રમુખ શિરીષભાઈ સાપરિયા, ઉપપ્રમુખશ્રી કલ્પેશભાઈ પટેલ, મંત્રી કિશોરભાઈ મેંદપરા, વિઠલભાઈ વૈશ્નાણી, એકેડેમીક ઈન્ચાર્જ ડો. પી. આર. ગોધાણી, એકેડેમીક ડેપ્યુટી ડાયરેકટર નિરજભાઈ વાછાણી, તેમજ સંસ્થાનાં પ્રિન્સીપાલશ્રી આસ્થાબેન નાવાણી તેમજ સમગ્ર સ્ટાફે વિદ્યાર્થીઓને મેળવેલ સિધ્ધી બદલ તેઓને બિરદાવેલ તેમજ ઉજજવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવેલ.


