ગોવંશ પર સંપૂર્ણ પ્રતિબંધના મદ્રાસ હાઈકોર્ટના આદેશને તામીલનાડુની સરકારે સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો

ગોવંશ પર સંપૂર્ણ પ્રતિબંધના મદ્રાસ હાઈકોર્ટના આદેશને તામીલનાડુની સરકારે સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો

(એજન્સી)    ચેન્નાઈ,તા.3
તામિલનાડુ સરકારે રાજ્યમાં ગાયો અને વાછરડાંની કતલ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતા મદ્રાસ હાઈ કોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. રાજય સરકારે હાઈ કોર્ટના 27 મેના એ આદેશને પડકાર્યો છે જેમાં મુખ્ય સચિવ અને ડિરેક્ટર જનરલ ઑફ પોલીસને બકરી ઈદ પહેલાં કે અન્ય કોઈ પણ દિવસે રાજ્યમાં ગૌવંશની કતલ ન થાય એ સુનિશ્ચિત કરવા નિર્દેશ અપાયો હતો. તામિલનાડુ સરકારની અપીલમાં જણાવાયું છે કે જાહેર સ્થળોએ ગાયોની કતલ રોકવાની માગણી કરતી અરજી પર સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે પોતાના દાયરાથી બહાર જઈને આ પ્રકારનો સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. આ મામલો હિન્દુ મક્કલ કચ્ચીના જનરલ સેક્રેટરી કે. સૂર્યા પ્રશાંત દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજી બાદ સામે આવ્યો હતો જેમાં માત્ર નિર્ધારિત સ્થળોએ જ કતલ કરવાની માગણી કરવામાં આવી હતી.