બેંગ્લોરમાં ઈસરો હેડકવાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
(એજન્સી) બેંગલુરુ,તા.3
બેંગલુરુમાં આવેલા ઈસરોના મુખ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. બોમ્બની ધમકી મળતાની સાથે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ ધમકી ઈ-મેઈલ દ્વારા મોકલવામાં આવી છે. બોમ્બની ધમકી બાદ સુરક્ષા એજન્સીઓને જાણ કરી દેવામાં આવી અને સમગ્ર પરિસર ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ મામલે ઈસરોના વૈજ્ઞાનિકો અને કર્મચારીઓમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો હતો.


