તેલંગાણામાં ડીએસપીના ઘરમાંથી રૂા.200 કરોડનું કાળુ નાણું ઝડપાયું
હૈદરાબાદ તા.3
તેલંગાણા ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ પોલીસ કોમ્પ્યુટર સવિર્સીસ ડીએસપી સંકીરેડ્ડી ભીમ રેડ્ડીના ઘર સહિત અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે અને 200 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ શોધી કાઢી છે. તેમના પર અપ્રમાણસર સંપત્તિ એકઠી કરવાનો આરોપ છે. એસીબીનું કહેવું છે કે અધિકારીએ તેમના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર અને અન્ય ગેરકાયદેસર માધ્યમો દ્વારા નોંધપાત્ર સંપત્તિ એકઠી કરી હોવાનો આરોપ છે. આ કેસમાં, ટીમોએ ગુરુવારે 16 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. આમાં ઘર અને તેમના સંબંધીઓ, મિત્રો, કથિત બેનામીદારો અને સહયોગીઓની મિલકતોનો સમાવેશ થાય છે.


