નવી દિલ્હીમાં ભારે રાજકીય ધમધમાટ : કેન્દ્રીય કેબીનેટના વિસ્તરણ અથવા ભાજપની નવી ટીમની રચનાની ચર્ચા
નવી દિલ્હી તા.3
કેન્દ્રની મોદી સરકારમાં ફેરફારથી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નિતીન નબીનની નવી ટીમ અંગે દિલ્હીમાં જબરી ચર્ચા છે સંસદનું ચોમાસુ સત્ર તા.20 જુલાઈના પ્રારંભ થઈ રહ્યું છે તે વચ્ચે ફરી એક વખત આ અંગે દિલ્હીમાં જબરો ધમધમાટ છે. ખાસ કરીને ગઈકાલે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નિતીન નબીન અને ભાજપના સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષની બેઠકમાં ભાજપ સંગઠન અને મંત્રીમંડળમાં પુન:ગઠન અંગે ચર્ચા થઈ હોવાના અહેવાલ છે. સંભવત રવિવારે કેન્દ્રીય મંત્રી મંડળમાં ફેરફાર થઈ શકે છે.


