જૂનાગઢ પંથકમાં જુગાર દરોડા : ર૦ શખ્સો ઝડપાયા

જૂનાગઢ પંથકમાં જુગાર દરોડા : ર૦ શખ્સો ઝડપાયા
AI Image

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા. ૮
જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે દાતાર રોડ કબ્રસ્તાન પાસે રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે દરોડો પાડતાં આમીર ઈકબાલ, આરીફ અગવાન, શાહરૂખ ઉર્ફે મલીંગા મકવાણા અને સોહીલ મુલતાનીને રોકડ રૂા. ૧પ૪૮૦, નાલના રૂા. ૧૯૦૦ મળી કુલ રૂા. ૧૭૩૮૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
જયારે ક્રાઈમ બ્રાંચ દ્વારા જુગાર અંગેનાં બીજા દરોડામાં વંથલી રોડ મામાદેવ મંદિરવાળી શેરી, રાધારમણ સોસાયટીનાં રહેણાંક મકાનમાં જુગાર રમતા ધનજીભાઈ ગઢીયા, રામભાઈ ખુંટીને રોકડ રૂા. ૧પ૬૪૦, મોબાઈલ-૩ મળી કુલ રૂા. ૪૬૪૪૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે મકાન માલીક મહેશભાઈ ગઢીયા હાજર ન હોવાથી તેમની સામે સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત ડુંગરપુર ગામની સીમમાં તાલુકા પોલીસે જુગાર અંગે દરોડો પાડતા શારદાબેન મકવાણા, શારદાબેન ધામાણી, મુમતાજબેન જનોજયા, વૈશાલીબેન ધોળીયા, સુરેશભાઈ વિરમગામા, શકીતભાઈ વાઘેલાને રોકડ રૂા. ૧૦૧પ૦ના મુદામાલ સાથે ઝડપી લઈ તાલુકા પોલીસે ગુનો નોંધી જુગારધારા અંતર્ગત કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત મેંદરડા પોલીસે મેંદરડામાંથી જાહેરમાં જુગાર રમતા પુંજભાઈ મકવાણા, અશરફભાઈ નોઈડા, હુસેનભાઈ જુણેજા, મુસ્તુફાભાઈ ઠેબા, ભરતભાઈ માંજરીયા, મેરાજ ઠેબા, યુનુસભાઈ જુણેજા, અબ્દુલભાઈ જુણેજાને રોકડ રૂા. ૧૦૧૦૦નાં મુદામાલ સાથે ઝડપી લઈ જુગારધારા અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.