દિલ્હીના રાજકીય તખ્તા પર ભારે ધમાસાણ વચ્ચે અમીત શાહે ગૃહમંત્રાલયમાં શ્રેણીબધ્ધ બેઠકો યોજી
(એજન્સી) નવી દિલ્હી તા.૩૧ :
સંસદમાં ચાલી રહેલા ધમાસાણ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે સંસદભવનની તેમની ઓફિસમાં એક બાદ એક ઉચ્ચ કક્ષાની બેઠકમાં દેશમાં આંતરિક સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી.
ખાસ કરીને એક તરફ ફરી જંતરમંતર પર ઈ-૨૦ પેટ્રોલ મુદે આંદોલન શરુ થઈ રહ્યું છે અને સંસદ કૂચનુ એલાન છે. ઈ-૨૦ જનતા પાર્ટીની રચના થઈ છે. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે પણ આ આંદોલનમાં ઝુકાવ્યુ છે તેથી જંતર મંતર ફરી હોટ સ્પોટ બની શકે છે. તો બીજી બાજુ પાક કબ્જાના કાશ્મીરમાં જે રીતે આંતરિક બળવાખોર છે તેમાં ભારતના કાશ્મીરમાં અસર પડી શકે છે.


