યુધ્ધને કારણે વૈશ્વિક ઉર્જા પુરવઠા પર ભારે દબાણ : પીએનજી, સીએનજીના ભાવ વધશે

યુધ્ધને કારણે વૈશ્વિક ઉર્જા પુરવઠા પર ભારે દબાણ : પીએનજી, સીએનજીના ભાવ વધશે

નવી દિલ્હી,તા.૦૨:
સરકારે જાહેર ક્ષેત્રની કંપનીઓ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી) અને ઓઇલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ઉત્પાદિત કુદરતી ગેસની APM (એડમિનિસ્ટર્ડ પ્રાઇસ મિકેનિઝમ) કિમતમાં વધારો કર્યો છે. હવે આ કિમત ૬.૭૫ ડોલરથી વધારીને ૭ ડોલર પ્રતિ ૧૦ લાખ બ્રિટિશ થર્મલ યુનિટ (એમએમબીટીયુ) કરવામાં આવી છે. આ અંગે સરકારે સત્તાવાર સૂચના જાહેર કરી છે. નવી કિમત જૂના અને હેરિટેજ ગેસ ક્ષેત્રોમાંથી મળતી ગેસ પર લાગુ પડશે, જે APM વ્યવસ્થા હેઠળ આવે છે.
આ ભાવવધારાની સીધી અસર સામાન્ય લોકો સાથે જોડાયેલાં અનેક મહત્વનાં ક્ષેત્રો પર પડી શકે છે. ખાસ કરીને ખાતર ઉત્પાદન, CNG (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) અને પાઇપ દ્વારા ઘર સુધી પહોંચાડાતી રસોઈ ગેસ ઁદ્ગય્ મોંઘો થવાની શક્યતા છે, કારણ કે આ તમામ ક્ષેત્રોમાં APM ગેસનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. દેશમાં કુલ ઘરેલુ ગેસ ઉત્પાદનમાંથી આશરે ૬૦ ટકા હિસ્સો ગેસનો છે, જેનું ઉત્પાદન લગભગ ૯.૨ કરોડ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર પ્રતિ દિવસ છે.