શાકભાજીના ભાવોમાં ભારે ઘટાડો થતા લોકોને રાહત : ખેડુતો પાયમાલ
નવી દિલ્હી,તા.૦૨:
જાન્યુઆરીથી શાકભાજીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે. તેનાથી ગ્રાહકોને રાહત મળી છે, પરંતુ ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. બટેટાના ભાવમાં ૪૦%, ડુંગળીમાં ૫૦% અને ટામેટાના ભાવમાં ૮૦%નો ઘટાડો થયો છે. આ મુખ્યત્વે બજારમાં વધુ પડતો પુરવઠો અને લણણીની મોસમ દરમિયાન પાકનો ભારે ધસારો થવાને કારણે છે.
અહેવાલ મુજબ, મુખ્ય જથ્થાબંધ બજારોમાંના એક આઝાદપુર (દિલ્હી) માં બટાકાની કિમત લગભગ રૂ.૪ પ્રતિ કિલો છે. દરમિયાન, લાસલગાંવ (મહારાષ્ટ્ર) માં ડુંગળી રૂ.૧૦-૧૧ પ્રતિ કિલો વેચાઈ રહી છે. મહારાષ્ટ્રના પિપળગાંવમાં ટામેટા પ્રતિ કિલો રૂ.૭ ની આસપાસ પહોંચી ગયા છે. એટલું જ નહીં, રોજિદા જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ ઘટાડો થયો છે. ઘઉં લગભગ ૧૦% અને ચોખા ૫-૬% સસ્તા થયા છે.


