ચુંટણી પંચની EVM બેલેટ પેપર અંગે મોટી જાહેરાત
ચુંટણી પંચે EVM બેલેટ પેપર અંગે નવા દિશાનિર્દેશ અને ગાઈડલાઈન જાહેર કર્યા છે જેની શરૂઆત બિહારથી થશે. જે મુજબ હવે પછીથી EVMમાં ઉમદેવારનો સ્પષ્ટ રંગીન ફોટો અને આંતરરાષ્ટ્રીય ભારતીય અંકોમાં ઉમેદવાર અને નોટાના સીરીયલ નંબર છપાયેલા હશે તેમજ ફોન્ટની સાઈઝ 30 અને અક્ષરો બોલ્ડ રાખવામાં આવ હશે. મતદારોની સુગમતા વધારવા અને ચુંટણી પ્રક્રિયાને વધુ સ્પષ્ટ બનાવવા ECI એ ચૂંટણી સંચાલન નિયમ, 1967 ના નિયમ 49 બી અંતર્ગત સંસોધનો કરેલ છે.


