લોકસભામાં ભાજપની બેઠકો ઘટી એટલે જીએસટી ઘટાડયો : તૃણમુલ કોંગ્રેસ

લોકસભામાં ભાજપની બેઠકો ઘટી એટલે જીએસટી ઘટાડયો : તૃણમુલ કોંગ્રેસ

જે દિવસે ભાજપની બેઠકો શૂન્ય થઈ જશે ત્યારે જીએસટી દર પણ શૂન્ય થઈ જશે : અભીષેક બેનર્જી
(એજન્સી)          કોલકતા તા.ર૩
તૃણમૂલ કોંગ્રેસ ના નેતા અભિષેક બેનર્જીએ આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારે ય્જી્માં ઘટાડો કર્યો કારણ કે ભાજપ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી મેળવી શક્યું ન હતું. આ તેનું સીધું પરિણામ છે. તેમણે સવાલ કર્યો કે શું સરકાર છેલ્લા આઠ વર્ષથી ય્જી્ ના નામે જનતા પાસેથી વધુ પડતો કર વસૂલ કરી રહી છે. બંગાળીમાં, કહેવાય છે, કે બિલાડીને જ્યાં સુધી 
જોખમ ન હોય ત્યાં સુધી ઝાડ પર ચઢતી નથી. બેનર્જીએ કહ્યું-લોકસભા ચૂંટણીમાં ભાજપે ૬૦ બેઠકો ગુમાવી. તેની સંખ્યા ૩૦૩ થી ઘટીને ૨૪૦ થઈ ગઈ. પરિણામે, તેનો GST દર પણ ૨૭% થી ઘટીને ૧૮% થઈ ગયો. જો તેમની બેઠકો વધુ ઘટી હોત તો તે ઘટીને ૯% થઈ 
ગયો હોત. જે દિવસે ભાજપની કોઈ બેઠક રહેશે નહીં,ત્યારે ય્જી્ના દર શૂન્ય થઈ જશે.