નીટ પેપર લીક મામલે ન્યાયની માંગણી સાથે જૂનાગઢ કૃષિ યુનિ.ખાતે વિરોધ પ્રદર્શન

નીટ પેપર લીક મામલે ન્યાયની માંગણી સાથે જૂનાગઢ કૃષિ યુનિ.ખાતે વિરોધ પ્રદર્શન

જૂનાગઢ તા.23
નીટ પેપર લીક  મામલે નવી દિલ્હીનાં જંતર-મંતર મેદાન પર કોકરોચ જનતા પાર્ટી દ્વારા ચાલતા આંદોલનને કૃષિ યુનિવર્સિટી જૂનાગઢનાં વિદ્યાર્થીઓએ સમર્થન આપી આજે કાર્યક્રમ યોજયો હતો.
નીટ પેપર લીક મામલે દિલ્હી ખાતે ઘણા સમયથી આંદોલન કરવામાં આવી રહેલ છે પરંતુ સરકારે આ બાબતે કોઈ પગલા નહી ભરતા 20 જુલાઈનાં રોજ સંસદને ઘેરાવ કરવાનો કાર્યક્મ યોજવામાં આવ્યો હતો. આ દરમ્યાન આંદોલનકારીઓ ઉપર લાઠીચાર્જ વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન થયાના બનાવનાં વિરોધમાં તેમજ આંદોલનકારીઓને સમર્થન આપવા માટેનો કૃષિ યુનિ.નાં વિદ્યાર્થીઓએ આજે કાર્યક્રમ યોજી ન્યાયની માંગણી કરી હતી.