પેપરલીક કેસોની સુનાવણી ફાસ્ટટ્રેક કોર્ટમાં થશે : વડાપ્રધાનની જાહેરાત
વડાપ્રધાને X પર લખ્યું : ‘દેશના યુવાનોનું કલ્યાણ અને ભવિષ્ય સરકારની સૌથી મોટી પ્રાથમીકતા :ઝડપી ટ્રાયલ દ્વારા દોષિતોને કડક સજા મળે’
નવી દિલ્હી તા.23:
NEET પેપર લીકને લઈને વિદ્યાર્થીઓ દ્વારા ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે, સરકારે યુવાનો અને વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા માટે એક મોટો ર્નિણય લીધો છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે પેપર લીકના કેસોની સુનાવણી ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં કરવામાં આવશે જેથી ઝડપી ટ્રાયલ અને દોષિતોને કડક સજા મળે.
પીએમ નરેન્દ્ર મોદીએ પેપર લીકના કેસ અંગે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે પેપર લીકમાં સામેલ લોકોને ઝડપી અને કડક સજા સુનિશ્ચિત કરવા માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપના કરવામાં આવશે. તેમણે સંબંધિત વિભાગોને આ દિશામાં જરૂરી પગલાં લેવાનો પણ નિર્દેશ આપ્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે દેશના યુવાનોનું કલ્યાણ અને તેમનું ભવિષ્ય સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે.
તેમણે લખ્યું કે આપણા યુવાનોના કલ્યાણ અને ભવિષ્યથી વધુ મહત્વનું કંઈ નથી. આ વાતને ધ્યાનમાં રાખીને, સરકારે પેપર લીક સંબંધિત કેસોની સુનાવણી માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટ સ્થાપવાનો ર્નિણય લીધો છે.


