પશ્ચિમ એશિયામાં સ્થિતિ વધુ વણસી : ઈરાને અમેરીકી લશ્કરી મથકોને નિશાન બનાવ્યા
યમનના હુથીઓએ વિશ્વની સૌથી મોટી ઓઈલ રીફાઈનરી સઉદી અરામકો પર મિસાઈલ મારો કર્યો
(એજન્સી) તહેરાન તા.25
ઈરાન પર અમેરિકી હુમલાનું ક્ષેત્ર વધી ગયુ છે. પશ્ચિમ એશિયામાં વધતા તનાવ દરમિયાન ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે હાલ યુદ્ધ રોકવાનો કોઈ ઈરાદો નથી. દરમિયાન અમેરિકી સેનાએ ઈરાની બંદરગાહોની નાકાબંધી તોડવાની કોશિશમાં વ્યાપારી જહાજ પર ગોળીબારી કરી હતી.
અમેરિકા અને ઈરાન પીછેહઠના કોઈ સંકેત નથી આપતા. બન્ને પક્ષોએ એવા પગલાં ઉઠાવ્યા છે જેથી તનાવ વધવાની આશંકા વધી છે તો બીજી બાજુ યમનના હુથી જુથે સાઉદીમાં દુનિયાની સૌથી મોટી ઓઈલ કંપની અરામકો પર મિસાઈલ હુમલો કરતા તે ધણધણી ઉઠી હતી. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ હવે વધુ વકર્યો છે. યમનના હુથી વિદ્રોહી જૂથ દ્વારા સાઉદી અરેબિયાના વિવિધ મહત્ત્વપૂર્ણ વિસ્તારોને લક્ષ્ય બનાવીને એક મોટો મિસાઈલ અને ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે.
આ હુમલામાં દુનિયાની સૌથી મોટી ઓઈલ પ્રોડ્યુસિંગ કંપની 'સાઉદી અરામકો'ના મુખ્ય ઓઇલ પ્લાન્ટ અને રિફાઇનરીઓને નિશાન બનાવવામાં આવી છે, જેના કારણે સમગ્ર સાઉદી અરેબિયામાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.


