ભાણવડ તાલુકાના શેઢાખાઈ ખાતે રક્તદાન કેમ્પ કેમ્પ યોજાયો

ભાણવડ તાલુકાના શેઢાખાઈ ખાતે રક્તદાન કેમ્પ કેમ્પ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા, તા.ર૪
ખંભાળિયાની જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે જરૂરી બ્લ્ડ ઉપલબ્ધ રહે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા નિયમિત રીતે રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે. જિલ્લા આરોગ્ય તંત્રના માર્ગદર્શનમાં ભાણવડના શેઢાખાઈ ગામે સંકલ્પ ગ્રુપ, શેઢાખાઈ આયુષ્માન આરોગ્ય મંદિર મોરઝર પી.એચ.સી. અને ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ૪૮ પુરુષો અને ૧૨ મહિલાઓએ રક્તદાન કર્યું હતું કેમ્પમાં ૬૦ યુનિટ બ્લડ એકત્ર થયું હતું. માતાજીના મંદિર ખાતે યોજાયેલ આ કેમ્પમાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અનેક લોકોએ પ્રથમ વખત રક્તદાન કર્યું હતું. રક્તદાતાઓને ખંભાળિયાની હિત મેટરનિટી અને ભાણવડની મોદી હોસ્પિટલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત સંકલ્પ ગ્રુપ દ્વારા અને બ્લ્ડ બેંક દ્વારા સન્માન પત્ર આપવામાં આવ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા માટે સ્થાનિક આરોગ્ય કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. ઉપરાંત આરોગ્ય કેન્દ્ર ખાતે કલ્પવૃક્ષ, અશ્વગંધા તેમજ અન્ય ઔષધીય વૃક્ષોનું પણ વાવેતર કરવામાં આવ્યું હતું. કેમ્પની સફળતા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ભાણવડ હેલ્થ ટીમ અને સહયોગી સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા હતા. સ્વસ્થ વ્યક્તિ દર ત્રણ મહિને રક્તદાન કરી શકે છે. રક્તદાન કેમ્પમાં ઉત્સાહપૂર્વક જાેડાવા અને નિયમીત રીતે સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન કરવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જાહેર જનતા અપીલ કરવામાં આવી છે.