મોદી સરકારે ઈડીની તાકાતને ત્રણ ગણી વધારી દીધી ગ્રાઉન્ડ ફોર્સ બમણાથી વધુ : કૌભાંડીઓની ખેર નહી
નવી દિલ્હી,તા.28
વિપક્ષ વારંવાર એવો શોર મચાવે છે કે, ઈડીને સરકારે વિપક્ષી નેતાઓની પાછળ લગાડી રાખી છે. આમ છતાં સરકારે જાહેરાત કરી દીધી છે કે જે ગેરરીતિ કરશે, તે દંડાશે. સરકારે ઈડીની તાકાત અચાનક વધારી દીધી છે. હકીકતમાં સરકારે ઈડીમાં મોટા પાયે કેડર રિસ્ટ્રક્ચરિગને મંજૂરી આપી દીધી છે. જેનો સીધો અર્થ એ છે કે મોટી સંખ્યામાં ઈડીમાં અધિકારીઓની તહેનાતી કરવામાં આવશે. આ વધારો કોઈ નાનો-મોટો નથી, પરંતુ બમણો-ત્રણ ગણો થઈ ગયો છે. હવે ઈડીમાં મોટા અધિકારીઓથી લઈને ગ્રાઉન્ડ પર જઈને રેડ પાડનારા અધિકારીઓ સુધી, બધાની ફોજ મોટી થવા જઈ રહી છે. નવી વ્યવસ્થા હેઠળ સૌથી વધુ વધારો ડેપ્યુટી ડાયરેક્ટર, આસિસ્ટન્ટ ડાયરેક્ટર, એન્ફોર્સમેન્ટ ઓફિસર અને આસિસ્ટન્ટ એન્ફોર્સમેન્ટ ઓફિસરના પદોમાં કરવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે, વધતા જતા કેસો અને તપાસના વ્યાપને જાેતા ઈડીની ક્ષમતા મજબૂત કરવા માટે આ ર્નિણય લેવામાં આવ્યો છે. આ આદેશ સક્ષમ સત્તાધિકારીની મંજૂરી બાદ જાહેર કરવામાં આવ્યો છે અને તેનો ખર્ચ ઈડીના વર્તમાન બજેટમાંથી જ ઉઠાવવામાં આવશે.
આ ઉપરાંત ઈડીની લીગલ ટીમમાં પણ ભારે મેનપાવર આપવામાં આવ્યો છે. એડજ્યુડીકેશન, સિસ્ટમ, સિક્યુરિટી અને સપોર્ટ સ્ટાફ કેડરમાં પણ કેટલાય નવા પદો મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, વાત માત્ર અધિકારીઓ સુધી સીમિત નથી. સરકારે ઈડીના લીગલ, એડજ્યુડીકેશન, સિસ્ટમ, સિક્યુરિટી અને સપોર્ટ સ્ટાફ કેડરમાં પણ કેટલાય નવા પદો મંજૂર કર્યા છે. એટલે કે હવે જાે ઈડી કોઈના પર હાથ નાખશે, તો તેની પાસે કોર્ટમાં કેસ લડવા માટે વકીલોની ફોજ પણ મોટી હશે અને ડેટા ખંગાળવા માટે ડિજિટલ સિસ્ટમના માહિતગારો પણ વધારે હશે.


