હજુપણ ચોમાસુ વિલંબમાં પડશે તો દેશમાં દુષ્કાળનું જાેખમ

દેશના ઈતિહાસનો સૌથી બીજાે સુકો જુન : સામાન્ય કરતા 42 ટકા ઓછો વરસાદ

હજુપણ ચોમાસુ વિલંબમાં પડશે તો દેશમાં દુષ્કાળનું જાેખમ

પુણે તા.22 
દેશમાં ચોમાસાના વરસાદના રેકોર્ડના 126 વર્ષના ઇતિહાસમાં બીજો સૌથી સૂકો જૂન પસાર થઈ રહ્યો છે. 21 જૂન સુધીમાં 57.4 મિમી વરસાદ થયો છે, જે સામાન્ય કરતાં 42.2 ટકા ઓછો છે. આ પહેલા 2009માં આખા જૂનમાં કોટા કરતાં 49 ટકા ઓછો વરસાદ નોંધાયો હતો. આનાથી મધ્ય અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં ખેતી પર ખરાબ અસર પડી છે.
જૂન 2026માં ભારતમાં ચોમાસાની શરૂઆત નબળી રહી છે અને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ સહિતના ઘણા રાજ્યોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ (આઈએમડી)ની લાંબા ગાળાની આગાહી મુજબ આ વર્ષે ચોમાસું 90-92%(સામાન્ય કરતાં ઓછું) રહેવાની સંભાવના છે, જેનાથી ખરીફ પાકોની વાવણી અને પાણીના સંગ્રહ અંગે ચિંતા ઊભી થઈ છે. જોકે, માત્ર જૂનના નબળા વરસાદને આધારે દુષ્કાળ માની લેવો ભૂલભરેલું છે, કારણ કે જુલાઈ અને ઓગસ્ટમાં ચોમાસાની સ્થિતિ નિર્ણાયક બનશે. ઈરાન સંકટની વૈશ્વિક અસરો વચ્ચે જો વરસાદમાં ખેંચ રહેશે તો અર્થતંત્ર અને મોંઘવારી પર માઠી અસર પડી શકે છે.
ભારતની દક્ષિણ- પશ્ચિમ ચોમાસાની સિસ્ટમ્સ દેશની મુખ્ય જળ પ્રણાલી છે, જે સામાન્ય રીતે જૂનની શરૂઆતમાં કેરળ પહોંચે છે અને જુલાઈના મધ્ય સુધીમાં આખા દેશમાં વરસી જાય છે. પરંતુ જૂન 2026માં ચોમાસાની પ્રગતિ અસમાન રહી છે. આઈએમડી (ભારતીય હવામાન વિભાગ)ની આગાહી મુજબ આ વર્ષે ચોમાસું લાંબા ગાળાની સરેરાશના 90-92% રહી શકે છે, જે ‘સામાન્ય કરતાં ઓછા‘વરસાદની શ્રેણીમાં આવે છે. આ બાબત એટલા માટે મહત્વની છે કારણ કે જૂન મહિનો ડાંગર, મકાઈ અને કપાસ જેવા ખરીફ પાકોની વાવણી માટેનો મુખ્ય સમય છે. મધ્ય અને પમિ ભારતના ખેડૂતો માત્ર 2 થી 3 અઠવાડિયાના ટૂંકા ગાળામાં પોતાના પાક લેવાનો ર્નિણય કરતા હોય છે, તેથી વરસાદ ખેંચાવાથી મોટું નુકસાન થઈ શકે છે. ઈરાન સંકટની અસરોને લીધે વૈશ્વિક સ્તરે ઈંધણ, ખાતર અને શિપિંગનો ખર્ચ પહેલેથી જ પ્રભાવિત છે, ત્યારે નબળો વરસાદ વધુ એક પડકાર ઊભો કરી શકે છે.