ઉનામાં દારૂડીયાએ હોસ્પીટલને બાનમાં લીધી !

ઉનામાં દારૂડીયાએ હોસ્પીટલને બાનમાં લીધી !

ઉના તા. 30
ઉનામાં દારૂ બંધીનાં ધજગરા ઉડિયા કેફી પીણું પીને એક યુવાને પહેલા રિક્ષા ચાલક સાથે મારા મારી કરી હોસ્પિટલમાં આવી ફરજ ઉપરના ડોક્ટર સાથે માથાકૂટ કરી ફરજમાં રૂકાવટ કરી પોલીસે દારૂડિયા ઉપર ત્રણ ગુનાની ફરિયાદ નોંધી અટક કરી હતી.
રાજેન્દ્ર ઉર્ફે રાજનભાઈ રસિકભાઈ સોલંકી રે. ઉના ઓમકાર ચોક વાળો ગઈકાલે રાત્રે ટાવર ચોક પાસે એક મેડિકલ સામે રીક્ષા લઈને ઉભેલ રોહિતભાઈ રાણાભાઇ છેલણા રે. ઉના સાથે ડ્રાઇવિંગ નો ધંધો કરતો રાજેન્દ્ર ઉર્ફે રાજનભાઈ રસિકભાઈ સોલંકી કેફી પીણું પીને આવી રિક્ષામાં પેસેન્જર ભરવા બાબતે બોલાચાલી કરી ભૂંડી ગાળો આપી લાકડી વતી રોહિતભાઈને માર મારી મૂઢ ઈજાઓ કરી જાે હવે પેસેન્જર ભરીશ તો જાન થી મારી નાખવાની ધમકીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ યુવાન ત્યાંથી તેમના મિત્ર વિપુલભાઈને સાથે લઈ ઉના સરકારી હોસ્પિટલ સારવાર માટે ગયા હતા ત્યાં ફરજ ઉપરના ડોક્ટર કિશનસિંહ ભરતસિંહ પરમારએ તેને તપાસી માથામાં ઇજા હોય ટાંકા લેવા પડશે તેમ કહી સારવાર શરૂ કરતા હતા ત્યારે રાજનએ ઉશ્કેરાઈ જઈ મારે પહેલા પોલીસ ફરિયાદ કરવી છે. પછી સારવાર કરવી છે તેમ કહી રાજન અને તેમના મિત્ર વિપુલ ડોક્ટર સાથે માથાકૂટ કરી ભુંડી ગાળો આપતા ડોક્ટરે પોલીસ ને બોલાવી બન્ને આરોપી સામે ફરજ માં રુકાવટ કરી જાન થી મારી નાખવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેથી પંચ રૂબરૂ રાજનને લોહીનાં નમૂના લઈ તેની સામે ગેર કાયદેસર પાસ પરમિટ વગર કેફી પીણું પીને તોફાન કરતાની ફરિયાદ નોંધી અટક કરી હતી.