જૂનાગઢ ચાઇલ્ડ હેલ્પલાઇન તથા જીલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા એસઓજી કચેરીના સહયોગથી નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ ચાઇલ્ડ હેલ્પલાઇન તથા જીલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા એસઓજી કચેરીના સહયોગથી નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ, તા.30
આંતરરાષ્ટ્રીય નશા વિરોધી દિવસ નિમિત્તે જૂનાગઢ ચાઇલ્ડ હેલ્પલાઇન દ્વારા જૂનાગઢ SOG (Special Operation Group) કચેરીના સહયોગથી નશામુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમ દ્વારા બાળકોના અધિકારો, બાળ સુરક્ષા અને મુશ્કેલીમાં મુકાયેલા બાળકો માટે ચાઇલ્ડ હેલ્પલાઇનની સેવાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે જ સમાજના દરેક નાગરિકને બાળકોની સુરક્ષા અને નશામુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બનવા માટે અપીલ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ નશાથી દૂર રહેવા અને અન્ય લોકોને પણ નશામુક્તિ માટે પ્રેરિત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.  આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જૂનાગઢ SOGના અધિકારીઓ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તેમજ ચાઇલ્ડ હેલ્પલાઇનની સમગ્ર ટીમે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનો અને સમાજમાં નશા પ્રત્યે જાગૃતિ લાવી નશામુક્ત અને સુરક્ષિત સમાજનું નિર્માણ કરવાનો હતો.