ઉના : એસટી કંડક્ટર લાંચ લેતા ઝડપાયો

ઉના : એસટી કંડક્ટર લાંચ લેતા ઝડપાયો

(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.14 
ઉના એસ.ટી. ડેપોની જખૌ-ઉના રૂટની બસ ટાવર ચોક પાસે ઉભી રહેલી ત્યારે આ બસમાં ફરજ બજાવતા કન્ડક્ટર મનીષ મગનભાઈ કાનાબારએ મચ્છીનું પાર્સલ આપી રૂપિયા 2000 માંગેલ ત્યારે જાગૃત નાગરિકે લાંચની રકમ આપવી ન હોય જિલ્લા એન્ટી કરપ્શન બ્રાન્ચની કચેરીનો સંપર્ક કરી અરજી આપતા એન્ટી કરપ્શનના અધિકારીઓએ પંચ રૂબરૂ છટકું ગોઠવી કન્ડક્ટર મનીષને રંગે હાથ રૂપિયા બે હજારની લાંચ લેતા પકડી પાડયો હતો અને તેને ઉના બસ સ્ટેશન લઇ જઈ કાર્યવાહી પૂર્ણ કરી વધુ તપાસ માટે વેરાવળ ACB કચેરીએ લઇ જવામાં આવ્યો છે. ઊનામાં એસટી ડેપોનો કન્ડક્ટર લાંચ લેતા પકડાઈ જતા એસટીના કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.