ઓસ્કાર-ર૦ર૬ : ‘વન બેટલ આફટર અધર’ બેસ્ટ ફિલ્મ ૧૬ એવોર્ડ સાથે ટાઈટેનીકનો રેકોર્ડ તોડી નાખ્યો

ઓસ્કાર-ર૦ર૬ : ‘વન બેટલ આફટર અધર’ બેસ્ટ ફિલ્મ  ૧૬ એવોર્ડ સાથે ટાઈટેનીકનો રેકોર્ડ તોડી નાખ્યો

નવી દિલ્હી, તા.૧૬:
૯૮મા એકેડેમી એવોડ્ર્સની રાત્રિ સિનેમા જગત માટે માત્ર પુરસ્કારોનો મેળાવડો નહીં, પણ રેકોર્ડ તોડનારી અને ભાવુક ક્ષણોની સાક્ષી બની છે. આ વર્ષે સિનર્સ ફિલ્મે ૧૬ નોમિનેશન મેળવીને ટાઈટેનિક જેવી ફિલ્મોના વર્ષો જૂના રેકોર્ડને ધ્વસ્ત કરી દીધો છે, જ્યારે વન બેટલ આફ્ટર અધર ફિલ્મે બેસ્ટ પિક્ચર સહિત ૬ મોટા એવોડ્ર્સ પોતાના નામે કરીને સાબિત કરી દીધું કે વાર્તામાં કેટલી તાકાત છે. લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાયેલા આ સમારોહમાં જ્યારે પોલ થોમસ એન્ડરસનને બેસ્ટ ડિરેક્ટર જાહેર કરવામાં આવ્યા, ત્યારે આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠયો હતો. ભારતીય ચાહકો માટે પણ ગૌરવની ક્ષણ હતી કારણ કે ગીતા ગંધબીરે બે અલગ-અલગ દસ્તાવેજી શ્રેણીઓમાં નોમિનેશન મેળવીને વૈશ્વિક મંચ પર ભારતનું નામ રોશન કર્યું છે.