ગુજરાત-મુંબઈ નેશનલ હાઈવે પર 40 કિમી લાંબો મહા ટ્રાફિકજામ

ગુજરાત-મુંબઈ નેશનલ હાઈવે પર 40 કિમી લાંબો મહા ટ્રાફિકજામ

(એજન્સી)           મુંબઇ તા.25:
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેનાથી હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. મહારાષ્ટ્ર-ગુજરાત ચેક પોસ્ટ નજીક છેલ્લા ૭૨ કલાકથી વરસાદના કારણે હાલત અત્યંત ખરાબ છે. ઝીરો કનેક્ટિવિટીના કારણે બંને રાજ્યો વચ્ચે સંપર્ક કરવો મુશ્કેલ થઈ ગયો છે. જો કે કેટલીય જગ્યા પર રાહત અને બચાવ ટીમ દ્વારા રેસ્ક્યૂ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમ્યાન આર્મીના જવાનો જે મહારાષ્ટ્રથી ગુજરાત તરફ જઈ રહ્યા હતા, તેઓ પણ ટ્રાફિક જામમાં ફસાઈ ગયા છે. હાલમાં વાપી ચેક પોસ્ટ હજુ પણ બંધ છે.
મુંબઈથી ગુજરાત તરફ જતો NH-48ની હાલત ખૂબ જ ભયંકર છે. અહીં નેશનલ હાઈવે પર 35થી 40 કિમી લાંબો જામ લાગેલો છે. આ ગાડીઓ છેલ્લા 2-3 દિવસથી જામમાં ફસાયેલી છે. ગાડીઓને નીકળવાનો રસ્તો નથી મળી રહ્યો. જેના કારણે ગાડીઓ જ્યાં હતી, ત્યાંને ત્યાં રોકાયેલી છે. જો કે, કાલે રાતથી વરસાદ થોડો ઓછો હતો, પણ આજે ફરી એક વાર ભારે વરસાદ શરુ થયો છે. જેનાથી સામાન્ય લોકોની સમસ્યા વધતી જાય છે.