ગીરગઢડા ગામે રહેણાંક મકાન પાછળથી પપ કિલો ગાંજાના છોડ મળી આવ્યા : એક વૃધ્ધની ધરપકડ

ગીરગઢડા ગામે રહેણાંક મકાન પાછળથી પપ કિલો ગાંજાના છોડ મળી આવ્યા : એક વૃધ્ધની ધરપકડ

(પ્રતિનિધિ દ્વારા)
ઉના, તા.૭
જૂનાગઢ રેન્જના પોલીસ મહા નિરીક્ષક નિલેશભાઈ જાજડીયા અને જિલ્લા પોલીસ નિરીક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચનાથી જિલ્લાની એસ. ઓ. જી. ના ઈનચાર્જ પી આઈ. ડી. એમ. કાગડા, પી. એસ. આઇ. રીના સુવા અને એ. એસ. આઇ. સરમણભાઈ ભોપાભાઈ, હેડ કોન્સ્ટેબલ ગોપાલસિંહ દીપસિંહ અને અભેસિંહ ભવાનભાઈને બાતમી મળી હતી કે, ગીરગઢડા ગામમાં ગાંજાનું વાવેતર કરાયું હોવાનું જાણવા મળ્યું હતું તેથી ટીમ સાથે ગીરગઢડા ગામે ઊના રોડ ઉપર ઢોરા શેરીમાં મકાન રહેણાંકમાં રેડ કરતા મકાનની પાછળ વાડામાં મકાન માલિક ભીખાભાઇ અતુભાઈ મકવાણા (ઉ. વ. ૭૫) રે. ગીરગઢડાએ ગાંજાનું વાવેતર કરેલ હોય ત્યાંથી ૦, ૫ ફુટ થી ૪ ફૂટની લંબાઈ ધરાવતા ગાંજાના છોડ મળી આવતા કબ્જે કરી વજન કરતા કુલ ૫૫ કિલો ૩૨૦ ગ્રામ વજન થતા તેની બજાર કિંમત મુજબ રૂપિયા ૨૭ લાખ ૬૬૦૦૦/ અને એક મોબાઈલ ફોન રૂપિયા ૫૦૦૦/- મળી કુલ રૂપિયા ૨૭૭૧૦૦૦/- ની કિંમતનો મુદામાલ કબજે કરી ગીરગઢડા પોલીસ સ્ટેશન લાવી NDPS એક્ટ કલમ ૮ (C) અને 20 (2),(C) મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આરોપી ભીખાભાઈ અતુભાઈ મકવાણાએ જણાવેલ કે તેમને ગાંજાે પીવાની ટેવ હોય તેથી ગાંજાે ઉગાડેલ હતો અને આરોપીએ કોને ક્યારે કેટલો ગાંજાનું વેંચાણ કર્યું હોય તેની માહિતી મેળવી રહ્યા છે.