જૂનાગઢના ચોબારી ફાટક પાસે વૃધ્ધા ટ્રેન હડફેટે આવી જતાં ઈજા પહોંચી

જૂનાગઢના ચોબારી ફાટક પાસે વૃધ્ધા ટ્રેન હડફેટે આવી જતાં ઈજા પહોંચી

જૂનાગઢ તા.2
જૂનાગઢ શહેરના ચોબારી ફાટક પાસે આજે સવારે બનેલી એક ઘટનામાં અહીંથી પસાર થઈ રહેલી ટ્રેન હડફેટે એક વૃધ્ધા આવી જતાં અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતની જાણ થતાં લોકોના ટોળા ઉમટી પડયા હતા. અને મળતી માહિતી અનુસાર વૃધ્ધાને માથાના ભાગે ઈજા પહોંચી હોય, તેમને સારવાર માટે ખસેડવામાં આવેલ છે.