ડેન્માર્ક વિશ્વનો સૌથી પ્રમાણીક દેશ : ૧૮૦ દેશોના રેન્કિંગમાં ભારત ૯૧માં સ્થાને

ડેન્માર્ક વિશ્વનો સૌથી પ્રમાણીક દેશ : ૧૮૦ દેશોના રેન્કિંગમાં ભારત ૯૧માં સ્થાને

(એજન્સી)  કોપનહેગન, તા.૧૧:
૧૦  ફેબુ્આરીના રોજ બહાર પાડવામાં આવેલા ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક મુજબ દુનિયામાં સ્થાપિત લોકતંત્ર અને પશ્ચિમી દેશ જે એક સમયે ઇમાનદારીનું ઉદાહરણ ગણાતા હતા. હવે તે ભ્રષ્ટાચારના ખાડામાં લપસતા જણાય છે. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના ૩૧માં સંસ્કરણમાં ૧૮૦ થી વધુ દેશોની ભ્રષ્ટાચારના આધારે રેન્કિંગ આપવામાં આવ્યું છે. આ અહેવાલમાં અમેરિકા, કેનેડા, બ્રિટન અને સ્વીડન જેવા દેશો લાંબા સમયથી સારું પ્રદર્શન કરતા હતા તેમના રેટિગમાં ઘટાડો થયો છે.  અમેરિકાનું રેન્કિંગ ઘટીને ૬૪ થયું છે જે અમેરિકામાં પણ ભ્રષ્ટાચાર વધતો જતો હોવાનું ચિન્હિત કરે છે. ભારતના રેન્કિંગમાં થોડો સુધારો થયો છે. ભારત દુનિયાના ૧૮૦ દેશોના રેન્કિંગમાં ૯૧માં સ્થાને છે. ૨૦૨૫માં ૮૦ થી વધુનું રેન્કિંગ ધરાવતા દેશોની સંખ્યા ૧૨ હતી જે ઘટીને ૫ થઇ છે.