પેટ્રોલ-ડીઝલ-રૂપિયા અંગે નિષ્ણાંતોએ ત્રણ ચેતવણી આપી
સામાન્ય જનતા પર મોંઘવારીનો બહુ મોટો આંચકો આવવાના સંકેતો
(એજન્સી) નવી દિલ્હી, તા.21
પશ્ચિમ એશિયામાં વધી રહેલા સૈન્ય તણાવ અને હોર્મુઝની ખાડીમાં સર્જાયેલી નાકાબંધીના કારણે ભારતીય અર્થતંત્ર અને સામાન્ય જનતા પર મોંઘવારીનો મોટો આંચકો આવવાના સંકેતો મળી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (IMF)ના પૂર્વ ડેપ્યુટી એમડી અને હાર્વર્ડના પ્રોફેસર ગીતા ગોપીનાથે ભારત માટે ‘ટ્રિપલ વોનિર્ગ‘ જારી કરી છે.અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ જો આગામી જૂન મહિના સુધી વધુ ઘેરો બનશે, તો ભારત માટે આર્થિક મોરચે કપરા ચઢાણ સાબિત થશે. આઇએમએફ (IMF)ના પૂર્વ ડેપ્યુટી એમડી ગીતા ગોપીનાથે ચેતવણી આપી છે કે, ભારત પોતાની જરૂરિયાતના મોટાભાગના ઓઈલ અને ગેસ માટે મિડલ ઈસ્ટ પર ર્નિભર હોવાથી અહીં માત્ર ભાવ વધારાની જ સમસ્યા નથી, પરંતુ આગામી દિવસોમાં ઇંધણની ભારે અછત પણ સર્જાઈ શકે છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધુ વધી શકે છે. IMFના ભૂતપૂર્વ ડેપ્યુટી મેનેજિગ ડિરેક્ટર ગીતા ગોપીનાથે મધ્ય પૂર્વ સંઘર્ષ લંબાતા આ ચેતવણી આપી છે. તેમણે ચેતવણી આપી છે કે ભારત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ વધારો અનુભવી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે દેશ ફુગાવાનો ભોગ બની શકે છે, જ્યારે ભારતીય ચલણ, રૂપિયો પણ ડોલર સામે વધુ ઘટી શકે છે.


