ભારતના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટરો ઉપર સકંજાે કસાયો : અમેરીકામાં ધરપકડ કરાઈ

ભારતના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટરો ઉપર સકંજાે કસાયો : અમેરીકામાં ધરપકડ કરાઈ

(એજન્સીં)       નવી દિલ્હી તા.૨૪
ભારતના મોસ્ટ વૉન્ટેડ ગેંગસ્ટર હિમાંશુ ભાઉની અમેરિકામાં ધરપકડ બાદ તેના નજીકના સાથી અને હરિયાણાના પલવલ જિલ્લાના ફરીદપુર ગામના રહેવાસી કુખ્યાત ગેંગસ્ટર તથા હિસ્ટ્રીશીટર નીરજ ફરીદપુરિયાની પણ અમેરિકામાંથી જ ધરપકડ કરવામાં આવી છે. હરિયાણા જી્હ્લના ઇનપુટના આધારે તેને અમેરિકાના લાસવેગાસમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. નીરજ ફરીદપુરિયા બંબિહા ગેંગનો સરદાર છે અને લૉરેન્સ બિશ્નોઈ ગેંગનો કટ્ટર દુશ્મન પણ છે. તે હત્યા, ખંડણી અને બળજબરીથી વસૂલી જેવા અનેક કેસોમાં વૉન્ટેડ હતો. વિદેશમાં બેસીને વસૂલી સિન્ડિકેટ ચલાવતા આ ગેંગસ્ટરને ભારત લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.
હિમાંશુ ભાઉની જેમ, નીરજ ફરીદપુરિયા પણ હરિયાણા પોલીસની ‘મોસ્ટ વૉન્ટેડ‘ યાદીમાં સામેલ હતો. તેની વિરુદ્ધ હત્યા, અપહરણ અને બળજબરીથી વસૂલી જેવા અનેક કેસ નોંધાયેલા છે. હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના એસપી ચંદ્રમોહને એપ્રિલ ૨૦૨૫માં દાવો કર્યો હતો કે નીરજ ફરીદપુરિયાને ભારત પરત લાવવામાં થોડો સમય લાગી શકે છે. પરંતુ તેને પરત લાવીને તેની સાથે હિસાબ જરૂર સરભર કરવામાં આવશે.