દિપોત્સવીના તહેવારોમાં દેશભરમાં રૂા.પ લાખ કરોડનો વેપાર થશે

દિપોત્સવીના તહેવારોમાં દેશભરમાં રૂા.પ લાખ કરોડનો વેપાર થશે

(એજન્સી) નવી દિલ્હી તા.૧૪: 
દિવાળીનો તહેવાર નજીક આવી રહી છે દેશભરના બજારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રંગબેરંગી સજાવટ, ભીડ અને ખરીદીની ભાવનાએ આ તહેવારોની મોસમને ખાસ બનાવી છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (ઝ્રછૈં્) અનુસાર આ વર્ષની દિવાળીમાં કુલ રૂા.૫ લાખ કરોડથી વધુનો વેપાર થવાની ધારણા છે, જે એક દાયકામાં સૌથી આકર્ષક તહેવારોની મોસમ છે. ઝ્રછૈં્ના રાષ્ટ્રીય મહાસચિવ અને દિલ્હીના ચાંદની ચોક મતવિસ્તારના સંસદ સભ્ય પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે વડા પ્રધાન  મોદી દ્વારા ય્જી્ દરોમાં ઘટાડો અને વોકલ ફોર લોકલ ઝુંબેશથી વ્યાપાર જગતમાં નવજીવન આવ્યું છે. તેમણે કહ્યું,  આ દિવાળી ફક્ત ઘરો જ નહીં પરંતુ દેશભરના લાખો વેપારીઓ, ઉત્પાદકો, કારીગરો અને સેવા કર્મચારીઓના જીવનને પણ ઉજ્જવળ બનાવશે.ૅતેમણે ઉમેર્યું કે ઘ્ખ્ત્વ્ એ ૩૫ થી વધુ શહેરોમાં સર્વેક્ષણો હાથ ધર્યા હતા અને વેપારી સંગઠનો દ્વારા ૧૦૦ થી વધુ શહેરોમાંથી ઓનલાઈન પ્રતિસાદ મેળવ્યો હતો.નવરાત્રી સિઝન દરમિયાન નોંધાયેલા લોકોના આગમનના આધારે કન્ફેડરેશનનો અંદાજ છે કે માત્ર માલ અને છૂટક વેચાણમાં જ રૂ. ૪.૭૫ લાખ કરોડનો વેપાર થશે, જે એક રેકોર્ડ ઉચ્ચ સ્તર છે.