ઉદયપુર નજીક સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં પાંચ વાહનો વચ્ચે ટક્કર : બનાસકાંઠા પંથકના ત્રણ યુવાનોના મોત

ઉદયપુર નજીક સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં પાંચ વાહનો વચ્ચે ટક્કર : બનાસકાંઠા પંથકના ત્રણ યુવાનોના મોત

(એજન્સી)      ઉદયપુર તા.૧પ:
રાજસ્થાનના ઉદયપુર નજીક એક ભયાનક માર્ગ અકસ્માતમાં ૫ાંચથી વધુ વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આ દુર્ઘટનામાં ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ પંથકના ૩ યુવકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે ૧ વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.  મૃતક યુવકોમાં ઠાકોર અરવિંદજી વાલાજી મેરા, ઠાકોર વિક્રમજી બળવંતજી અબાસણા અને ઠાકોર પ્રકાશજી રમેશજી ભીમ બોરડીનો સમાવેશ થાય છે. અકસ્માતનો ભોગ બનેલા આ ૪ વ્યક્તિઓ ભાભર તાલુકામાંથી રાજસ્થાનના પ્રવાસે નીકળ્યા હતા. આ ગમખ્વાર ઘટનાના પગલે વાવ-થરાદ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.