૧ર ફેબ્રુઆરીએ ટ્રેડ યુનિયનો દ્વારા દેશવ્યાપી હડતાલનું એલાન
(એજન્સી) નવી દિલ્હી તા.૦૯
સંયુક્ત કિસાન મોરચા એ આગામી તા.૧૨ ફેબ્રુઆરીએ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો (ઝ્ર્ેંજ) દ્વારા બોલાવવામાં આવેલી દેશવ્યાપી સામાન્ય હડતાળને સંપૂર્ણ ટેકો આપવાની જાહેરાત કરી છે. આ સંયુક્ત કાર્યવાહીનો હેતુ ખાનગીકરણ, કોન્ટ્રાક્ટ લેબર, ચાર લેબર કોડ, વીજળી સુધારા બિલ ૨૦૨૫, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (સ્ય્દ્ગઇઈય્છ) માં ફેરફારો અને પ્રસ્તાવિત બીજ બિલનો વિરોધ કરવાનો છે.
દેશભરમાં વિરોધ સ્થળોએ ખેડૂતો, ખેતમજૂરો અને ઔદ્યોગિક સંગઠનોની મોટી ભાગીદારી અપેક્ષિત છે, જેમાં વીજળી કર્મચારીઓ અને અન્ય મજૂર સંગઠનોનો સમાવેશ થાય છે. દરમિયાન, હિમાચલ પ્રદેશના સફરજન ખેડૂતોએ ૧૨ ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રવ્યાપી ખેડૂત હડતાળમાં જોડાવા
માટે તૈયારીઓ તેજ કરી દીધી છે અને દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કરી છે.
તેમણે ચેતવણી આપી છે કે ભારત-અમેરિકા અને અન્ય મુક્ત વેપાર કરારો હેઠળ તાજેતરમાં આયાત ડ્યુટીમાં ઘટાડો પહાડી રાજ્યના સફરજન આધારિત અર્થતંત્રને બરબાદ કરી શકે છે. દરમિયાન, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે વારંવાર ખાતરી આપી છે કે ભારતીય સફરજન ઉત્પાદકોના હિતોનું રક્ષણ કરવામાં આવશે.


