ભારત સહિત 60 દેશો પર ટ્રમ્પે નવી ટેરિફ લગાવી
(એજન્સી) નવી દિલ્હી,તા.24:
અમેરિકાએ ભારત સહિત વિશ્વના 60 દેશો પર નવા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આ વર્ષની શરૂઆતમાં લાગુ કરેલા 10 ટકા અસ્થાયી ટેરિફ ગુરુવાર અડધી રાતે સમાપ્ત થયા બાદ શુક્રવાર અડધી રાતથી નવા ટેરિફ લાગુ થઈ ગયા છે. અમેરિકી વેપાર પ્રતિનિધિએ આ જાણકારી આપતા જણાવ્યું છે કે શુક્રવાર 12.01 વાગ્યાથી લાગુ થઈ જશે.
ભારત સહિત 60 દેશો પર ન્યૂનતમ 10 ટકા ટેરિફ લગાવવામાં આવશે, જ્યારે અમુક દેશો માટે આ દર 12.5 ટકા સુધી રાખવામાં આવ્યો છે. ભારતને 10 ટકા ટેરિફની કેટેગરીમાં રાખવામાં આવ્યું છે.
ટ્રમ્પે આયાતના મુદ્દા પર ભારત સહિત 60 મુખ્ય વ્યાપારિક ભાગીદારો વિરુદ્ધ ધારા 301 અંતર્ગત આ ટેરિફ લગાવ્યો છે. પાછલા મહિને યૂએસટીઆર કાર્યાલયે આ મુદ્દા પર 10 ટકા અને 12.5 ટકાનો વધારાના ચાર્જ લગાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો.


