ભીષણ લડાઈ બાદ ઈઝરાયલ-હિઝબુલ્લાહ વચ્ચે યુધ્ધવિરામ : મધ્યપૂર્વમાં રાહત

ભીષણ લડાઈ બાદ ઈઝરાયલ-હિઝબુલ્લાહ વચ્ચે યુધ્ધવિરામ : મધ્યપૂર્વમાં રાહત

વોશિંગ્ટન, તા.20
મધ્યપૂર્વમાંથી એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ફરી એકવાર ભયાનક લડાઈ થયા બાદ હવે બંને પક્ષો સીઝફાયર એટલે કે યુદ્ધવિરામ માટે સંમત થયા છે. એક વરિષ્ઠ અમેરિકી અધિકારીએ આપેલી માહિતી અનુસાર, આ સીઝફાયર શુક્રવારે સ્થાનિક સમય મુજબ બપોરે 4 વાગ્યાથી અમલમાં આવી ગયું છે.
અમેરિકી અધિકારીના જણાવ્યા પ્રમાણે, અમેરિકા અને કતારના મધ્યસ્થળોએ ઈરાનની મદદથી આ સીઝફાયર ડીલ તૈયાર કરી છે. આ ડીલ હેઠળ અમેરિકા, ઈરાન અને તેમના સહયોગી દેશોએ જાહેરાત કરવાની રહેશે કે, લેબનોન સહિત તમામ મોરચે સૈન્ય ઓપરેશન્સ તાત્કાલિક અને હંમેશા માટે બંધ કરવામાં આવે.  એક અમેરિકી અધિકારીએ દાવો કર્યો છે કે, ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ લેબનોનમાં સીઝફાયરને રીન્યૂ કરવા માટે 100 ટકા સંમત છે. જોકે, નેતન્યાહૂની ઓફિસ તરફથી હજુ સુધી આ બાબતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.