માંગરોળમાં નશાની હાલતમાં પોલીસ કર્મી ઝડપાયો

માંગરોળમાં નશાની હાલતમાં પોલીસ કર્મી ઝડપાયો
AI Image

(પ્રતિનિધી દ્વારા)
જુનાગઢ તા.૨૩
માંગરોળમાં કાયદાનું પાલન કરાવનાર ખુદ પોલીસ કર્મી જ દારૂના નશામાં બેવડી હાલતમાં મળી આવતા ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે નોકરી કરતા સંજય કુમાર બળવંતસિંહ બારીયા નામના પોલીસ કરમી વિરુદ્ધ પ્રોહી બિશન નીચે ગુનો નોંધી તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, માંગરોળ બંદર ખાતે યુનિફાર્મમાં નોકરી કરતા એ.એસ.આઇ સંજય કુમાર બારીયાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તપાસ દરમિયાન નશાની હાલતમાં પીએસઆઇ સંજય કુમાર બળવંતસિંહ મળી આવ્યો હતો ત્યારબાદ તેઓ જ્યારે માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે પાણી ભરવા આવ્યા ત્યારે તેઓ પ્રથમ દ્રષ્ટિએ દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યો હતો જેની સામે માંગરોળ મરીન પોલીસે તપાસ હાથ ધરી છે.