વડાપ્રધાન G-7 સમિટમાં ભાગ લેવા ફ્રાન્સના પ્રવાસે રવાના

વડાપ્રધાન G-7 સમિટમાં ભાગ લેવા ફ્રાન્સના પ્રવાસે રવાના

(એજન્સી)   નવી દિલ્હી તા.13
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી તા.18 જૂન સુધી ફ્રાન્સ અને સ્લોવાકિયાના પ્રવાસે રહેશે. વડાપ્રધાન બન્યા પછી મોદી 7મી વખત ફ્રાન્સ જઈ રહ્યા છે. 13-14 જૂને નીસ શહેરમાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. સાથે જ ‘ઇન્ડિયા ઇનોવેટ્સ’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે.
16 જૂને મોદી ફ્રાન્સ પાછા ફરશે. મોદી 17 જૂને G-7 સમિટમાં ભાગ લેશે. સમિટમાં વૈશ્વિક અર્થતંત્ર, આંતરરાષ્ટ્રીય સહયોગ, નવી ભાગીદારીઓ અને AI ના મુદ્દા પર ચર્ચા થશે. પીએમ મોદીની ઘણા વર્લ્ડ લીડર્સ સહિત અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત થઈ શકે છે. ત્યારબાદ મોદી પેરિસ જશે. બે દિવસ 14 થી 16 જૂન પીએમ સ્લોવાકિયામાં રહેશે. અહીં વડાપ્રધાન રોબર્ટ ફિકો અને રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રિની સાથે મુલાકાત કરશે.