વેરાવળનાં પોશ વિસ્તારમાં ચાલતી જુગાર કલબ ઉપર પોલીસ ત્રાટકી : રૂા. રર.ર૮ લાખનાં મુદામાલ સાથે ૭ જુગારી ઝડપાયા
(રાકેશ પરડવા દ્વારા)
ગીર સોમનાથ તા. ૭
વેરાવળનાં પોશ વિસ્તારમાં ચાલતી જુગારની કલબ ઉપર એલસીબી પોલીસે દરોડો પાડી અને રૂા. રર.ર૮ લાખનાં મુદામાલ સાથે ૭ જુગારીઓને ઝડપી લીધા છે. અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર શ્રીપલ ચોકમાં શ્રીજી હાઈટમાં આવેલ વિનાયક રેસીડેન્સીમાં આનંદ રતનધારીયા નામનો શખ્સ જુગારની કલબ ચલાવતો હોવાની બાાતમીનાં આધારે એલસીબી પોલીસે દરોડો પાડી ચોરવાડ, ગડુ, ગોરખમઢીનાં શખ્સોને જુગાર રમત ઝડપી લીધા હતાં. રૂા. ૧૧૧૮ર૦૦ની રોકડ, ૭ મોબાઈલ, અને બે કાર મળી કુલ રૂા. રર,ર૭,ર૦૦નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. એલસીબીએ બાતમીનાં આધારે મધ્યરાત્રીનાં દરોડો પડયો હતો. પકડાયેલા તમામ જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


