હિમાલય સતત ધ્રુજી રહ્યો છે : ૧ મહિનામાં ભૂકંપના ૧૩૦ આંચકા નોંધાયા : મોટા ખતરાનું એલર્ટ
(એજન્સી) નવી દિલ્હી તા.૧:
ઓગસ્ટ દરમ્યાન હિમાલય સતત ધ્રુજતો રહ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) દ્વારા રેકોર્ડના વિશ્લેષણમાં હિમાલય પટ્ટા અને નજીકના હિન્દુકુશ-પામીર ક્ષેત્રમાં આશરે ૧૩૦ ભૂકંપની ઘટનાઓ બહાર આવી છે. ભારતીય હિમાલય સૌથી વધુ સક્રિય હતા, જેમાં ત્રણ કે તેથી વધુ તીવ્રતાના ૬૩ ભૂકંપ નોંધાયા છે. અફઘાનિસ્તાનમાં ૨૬ ભૂકંપ નોંધાયા, અને નેપાળમાં ૧૦. પશ્ચિમ હિમાલયમાં સૌથી વધુ પ્રવૃત્તિ જોવા મળી, જેમાં લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં કુલ ૩૬ ભૂકંપ નોંધાયા. લદ્દાખ સૌથી વધુ સક્રિય હતું. ૧૩ ઓગસ્ટના રોજ, અહીં ૧૦ કિમીની ઊંડાઈએ ૫.૫ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તે જ દિવસે ૪.૩ ની તીવ્રતાનો બીજો ભૂકંપ નોંધાયો હતો. ૨૬ ઓગસ્ટના રોજ, શિમલા નજીક ૪.૦ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને લદ્દાખમાં ૪.૪ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.


