જૂનાગઢ પોલીસે યુવાનને તેનાં પરીવારજનોને સોંપી માનવતા દર્શાવી

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.યુ. સોલંકી, પીએસઆઇ એચ.ડી.વાઢેર, હે.કો. સંજય ગઢવી, કમલેશભાઈ, જૈતાભાઈ, કમાન્ડો સિદ્ધરાજસિંહ સહિતની ટીમ સાબલપુર ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં હતા દરમ્યાન એક યુવાન ડોક્ટર પહેરે એવું અપરેન પહેરીને ફરતો માલુમ પડતા, તેની હિલચાલ શંકાસ્પદ લાગતા, વડાલ ખાતે આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતા સ્મિત જેઠવાને આ ડોક્ટરના ડ્રેસમાં ફરતા યુવાન બાબતે પૂછતાં, ઓળખાતા નહીં હોવાનું જણાવતા અને કદાચ વધાવી ગામનો હોવાનું જણાવતા, યુવાનને નામ પૂછતાં, પોતાનું નામ ભુપત જગદીશભાઈ કનારા આહીર હોવાનું અને મૂળ વધાવી ગામ તા.જુનાગઢનો હોવાનું અને મુંબઈથી આવેલ હોઈ, પોતાને ડોક્ટરની પરીક્ષા આપવા મુંબઈ પરત જવાનું હોવાનું જણાવતા, કોઈ મંજૂરી બાબતે પૂછતાં, પોતે અહિંયાથી વાહન બદલાવતા બદલાવતા મહારાષ્ટ્ર જશે એવું જણાવતા યુવાનની માનસિક હાલત પામી ગયેલ જૂનાગઢ પોલીસ દ્વારા તેના પિતા જગદીશભાઈ ઘેલાભાઈ કનારાનો મોબાઈલ નંબર ૯૮૮૧૪૪૧૨૬૦ ઉપર સંપર્ક કરતા, યુવાન ભુપતની હમણાથી માનસિક સ્થિતિ બગડેલી હોય, ઘરેથી કોઈને કહયા વગર બે દિવસ પહેલા નીકળી ગયો હોય તેઓ બધા પણ તેંને શોધતા હોઈ તેને ત્યાં જ બેસાડી રાખવા અને પોતે પોતાના ભાઈ અશોકભાઈને લેવા મોકલવાનું જણાવેલ હતું. પરિસ્થિતિ પામી ગયેલ જૂનાગઢ પોલીસ દ્વારા તેની સાથે કાઉન્સેલિંગ કરી, તેના કાકા અશોકભાઈ કનારા સાબલપુર ચોકડી ચેક પોસ્ટ ઉપર આવતા કબ્જો સોંપેલ હતો. આ તકે તેમના પરિવારજનોએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

error: Content is protected !!