જૂનાગઢ પોલીસે ઘેટા-બકરાની રખેવાળી કરી તેના મુળ માલિકને સોંપી દઈ ઉત્તમ કામગીરી કરી

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા લોકોને તકલીફમાં હોય તો લોકડાઉન દરમ્યાન કોઈપણ જરૂરિયાત હોય તો, પોલીસ મદદ કરવાની જાહેરાત કરી, હેલ્પ લાઇન શરૂ કરવામાં આવેલ છે. દરમ્યાન જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.યુ.સોલંકી, હે.કો. નાથાભાઇ, દેવેનભાઈ, સંજયસિંહ, જૈતાભાઈ, ડ્રાઈવર જયેશભાઇ સહિતની ટીમ સાબલપુર ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં તેમજ હાઈવે ઉપર લોકડાઉન સંદર્ભે પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન ભાવેશભાઈ લાખાણી (ખેડૂત પોલી પ્લાસ્ટ)દ્વારા જાણ કરી કે, હાઈવે રોડ ઉપર આશરે ૨૦૦ જેટલા ઘેટા બકરા કોઈ માલિક વગર રેઢા જૂનાગઢ તરફ આવી રહયા છે. જેથી જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.યુ.સોલંકી, હે.કો. નાથાભાઇ, દેવેનભાઈ, સંજયસિંહ, જૈતાભાઈ, ડ્રાઈવર જયેશભાઇ, ખેડૂત પોલી પ્લાસ્ટના માલિક ભાવેશભાઈ લાખાણી સહિતની ટીમ દ્વારા ત્યાં પહોંચી, ઘેટા બકરાને વડાલ ચોકડી ખાતે એકબાજુ સાઈડ ઉપર રાખી, આ ઘેટા બકરા મેળે મેળે ક્યાંથી આવેલ છે ? તે બાબતે આજુબાજુના ગામોમાં પેટ્રોલિંગ ફરી, તપાસ કરતા, ચોકી, અકાળા, કાથરોટા રોડ ઉપરથી ઘેટા બકરાના રખેવાળ સુરાભાઈ ભોજાભાઈ મોરી રબારી રહે. સિંગજ તા. લાલપુર જી. જામનગર તથા શાર્દુલભાઈ ભોજાભાઈ મોરી રબારી (મો.નં.- ૯૩૨૮૫૯૫૫૮૭ તથા ૮૨૩૮૩૮૬૦૧૦) પોતાના ઘેટા બકરા શોધતા રોડ ઉપરથી મળી આવેલ હતા. જેને વડાલ ચોકડી ખાતે રાખવામાં આવેલ ઘેટા બકરા બતાવતા પોતાના હોવાના ઓળખી બતાવેલ હતા. રખેવાળની શોધ ખોળ કરવામાં આવેલ ત્યાં સુધી બે કલાક સુધી રાત્રીના સમયે ઘેટાં બકરાની રખેવાળી પોલીસ દ્વારા કરવામાં આવેલ હતી. ઘેટા બકરાના રખેવાળ સુરાભાઈ તથા શાર્દુલભાઈ રબારી પોતાના ઘેટા બકરા લઈને વાંઢે કુટુંબ કબીલા સાથે નીકળેલા હોઈ ચોકી ગામની સીમમાં રાતવાસો રોકાયેલ હોઈ, થાકી જવાથી સુઈ ગયા હતા ત્યારે ઘેટા બકરા એની મેળે જ ચાલતા થયા હતા. રાત્રે પોતાની નીંદર ઉડતા, ઘેટા બકરા જોવામાં આવેલ ના હતા. જેથી, બને જણા ગભરાયા હતા અને શોધવા લાગેલ હતા. એ દરમ્યાન પોલીસની મોબાઇલ મળતા, જીવમાં જીવ આવ્યો હતો. પોતાના ઘેટા બકરા મળી આવતા, પોલીસ દ્વારા તેઓને ઘેટા બકરાનો કબ્જો સોંપેલ હતો. જૂનાગઢ પોલીસની સતર્કતાના કારણે ચોકી ગામની સીમમાંથી નીકળી ગયેલ ઘેટા બકરાના માલિકને જૂનાગઢ પોલીસે શોધી, બે કલાક સુધી આશરે ૨૦૦ જેટલા ઘેટા જેની કિંમત આશરે ૪ થી ૫ લાખ જેટલી થાય તેને સાચવી, સહિષ્ણુતાભરી કાર્યવાહી કરી, પરત સોંપી, મદદ કરવામાં આવેલ હોઈ, ઘેટા બકરાના રખેવાળો ભાવવિભોર થઈ ગયેલ અને સુરાભાઈ અને શાર્દુલભાઈ રબારીએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. શાર્દુલ રબારીએ જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મોબાઈલ કરી પોલીસ દ્વારા કરવામાં આવેલ મદદની સરાહના કરી હતી.

error: Content is protected !!