ગ્રીન ઝોન એવાં જૂનાગઢમાં પપ દિવસ બાદ વિશેષ સવલતો સાથેનું જાહેરનામું બહાર પડાયું


ત્રીજા તબક્કાનું લોકડાઉન પૂર્ણ થયા બાદ ચોથા તબક્કાનાં લોકડાઉન માટે ગુજરાત સરકાર દ્વારા ગાઈડલાઈન જારી કરાયા બાદ ગઈકાલે જૂનાગઢ જીલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી દ્વારા ગ્રીનઝોન અંતર્ગત આવેલાં જૂનાગઢ શહેર અને જીલ્લા માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. જે અંતર્ગત કેટલીક વધારાની છુટછાટો મળી છે અને કેટલીક સુવિધા ઉપર કાપ મુકાયો છે. જા કે સમગ્ર રાજયની જેમ સાંજના ૭ થી સવારનાં ૭ સુધી કર્ફયુ રહેશે. તેમજ લગ્નસમારંભમાં પ૦ વ્યકિતઓ તેમજ સ્મશાન યાત્રામાં ર૦ વ્યકિતઓની મર્યાદા અંકિત કરવામાં આવી છે. પાન પાર્લરો ખોલી શકાશે પરંતુ ભીડ એકઠી નહીં કરી શકાય. જાહેરમાં થુંકનાર સામે રૂ.ર૦૦નો દંડ તેમજ માસ્ક નહીં પહેરનાર સામે પણ દંડની જાગવાઈ છે. સામાજીક અંતરની જાળવણી સાથે સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું પડશે અને લોકડાઉનનું અમલીકરણ કરવું પડશે અને આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહીનો નિર્દેશ પણ આપ્યો છે. જૂનાગઢ કલેકટરશ્રી દ્વારા જારી કરવામાં આવેલાં જાહેરનામાની વિગતો અત્રે પ્રસ્તૃત કરવામાં આવી છે.
• સમગ્ર જીલ્લામાં સ્કુલ, કોલેજ, શૈક્ષણીક, તાલીમી સંસ્થાઓ, ટયુશન કલાસ વગેરે સ્થળોએ તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવા જણાવવામાં આવે છે પરંતુ આ સંસ્થાઓ ઓનલાઈન શિક્ષણ પ્રવૃતિ હાથ ધરી શકશે.
• હોટેલ, રેસ્ટોરન્ટ, હોમ સ્ટે કે જયાં લોકડાઉનના કારણે અસહાય થયેલ લોકો રાખવામાં આવેલ હોય/રહેતા હોય, મેડીકલ પેરા મેડીકલ સ્ટાફ રોકાયેલ હોય, કવોરન્ટાઈન કે કોરોના વાયરસના મા‹કગ કરેલ/જુદા તારવેલ કેસો આઈસોલેશનમાં રાખવામાં આવેલ હોય તેવા એકમો તથા બસ ડેપો, રેલ્વે સ્ટેશન ઉપરના સ્ટોલ ચાલુ રાખી શકાશે. હોટેલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીના સ્થળો ઉપર ડાઈનીંગ સુવિધા આપવાની રહેશે નહી પરંતુ હોમ ડીલવરીની સુવિધા ઉપલબ્ધ કરાવી શકાશે.
• સમગ્ર જૂનાગઢ જીલ્લામાં વિસ્તારમાં આવેલ ઓડીટોરીયમ, ટાઉનહોલ, પાર્ટી પ્લોટ, લગ્નવાડી, ગેઈમ ઝોન, રીક્રીએશન કલબ, સ્વીમીંગ પુલ, વોટર પાર્ક, મોલ, શોપીંગ મોલ(અતિ આવશ્યક ચીજ વસ્તુઓ અનાજ-કરીયાણા સિવાય), ડાન્સ કલાસીસ, મેરેજ હોલ, મલ્ટી પ્લેકસ, સિનેમા અને જીમ, કલબ હાઉસ તેમજ ભવનાથ વિસ્તાર, વિલીંગ્ડન ડેમ, સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, ઉપરકોટ, બગીચાઓ, પુરાતત્વીય સ્થળો સહિતના જીલ્લામાં આવેલ તમામ પ્રવાસન સ્થળો કે જેમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ થતી હોય તેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા.
• સામાજીક, રાજકીય, મનોરંજન, સાંસ્કૃતિક, શૈક્ષણિક, ધાર્મિક વગેરે કારણોસરના તમામ મેળાવડાઓ બંધ રહેશે.
• તમામ ધાર્મિક સ્થળો/દેવ સ્થાનો, ધાર્મિક મેળાવડાઓ, સમુહ લગ્નો તથા લોકમેળા કે જે પ્રસંગે મોટી/વિશાળ સંખ્યામાં લોકો એકત્રીત થાય તેવા કોઈ આયોજન કરવા નહી પરંતુ તમામ ધાર્મિક સ્થળોએ ફકત સંબંધીત પુજારી દ્વારા ધાર્મિક જગ્યાનો હવાલો ધરાવતા વ્યકિત દ્વારા તેમના ધર્મ મુજબની નિયમીત સેવા પુજા કરી શકશે.
• શાકભાજીની ફેરી કરતા શેરીના ફેરીયાઓ, શાકભાજીની લારીઓ સિવાય તમામ ફેરીયાઓ, લારીઓની પ્રવૃતિઓ બંધ રહેશે.
છુટછાટ અપાઈ
• જૂનાગઢ જીલ્લામાં આવેલ પાનની દુકાનો ખુલ્લી રહેશે પરંતુ પાનની દુકાનોએ સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરી ફકત પાર્સલ સુવિધા પુરી પાડવાની રહેશે.
• જૂનાગઢ જીલ્લામાં આવેલ વાણંદની દુકાનો, હેર કટીંગ સલુન, બ્યુટી પાર્લરની સેવાઓ સોશ્યલ ડીસ્ટન્સના અમલ સાથે ચાલુ રાખી શકાશે.
• જૂનાગઢ જીલ્લામાં આવેલ પુસ્તકાલયો ૬૦ ટકા કેપેસીટી સાથે સોશ્યલ ડીસ્ટન્સ અને સરકારના આરોગ્ય સેનેટાઈઝેશન અને તકેદારીની સુચનાઓની ચુસ્ત અમલવારી કરી, ચાલુ કરી શકાશે.
• જૂનાગઢ જીલ્લા ખાતે સીટી બસ/ખાનગી બસ સર્વિસ બંધ રહેશે પરંતુ જીએસઆરટીસીની બસ સર્વિસ સરકારની સુચના અનુસાર ચાલુ રાખી શકાશે તેમજ ઓટો રીક્ષા/ટેક્ષી એક ડ્રાઈવર અને બે પેસેન્જર સેવાઓ આપી શકશે.
• જૂનાગઢ જીલ્લા ખાતે શહેરી વિસ્તારની બહાર આવેલ ઢાબાઓ ફકત ખાણી પીણીની સેવાઓ આપવા પુરતા ચાલુ રહી શકશે પરંતુ સરકારની સોશ્યલ ડીસ્ટન્સ, સેનીટાઈઝેશન અને કોવીડ-૧૯ સંદર્ભની તકેદારી અંગેની તમામ સુચનાઓનું પાલન કરવાનું રહેશે.
• વ્યવસાયીક સેવાઓ આપતી ખાનગી વ્યકિતઓની ઓફીસ ૩૩ ટકા ક્ષમતા સાથે ચાલુ રહી શકશે.
• ખાનગી કારમાં એક ડ્રાઈવર બે વ્યકિતઓ સાથે તથા દ્વીચક્રીય વાહનોમાં એક વ્યકિત મુસાફરી કરી શકશે.

• ગેરેજ, વર્કશોપ, સર્વિસ સ્ટેશન, રીપેરીંગની તમામ દુકાનો/એકમો ચાલુ રહેશે પરંતુ તેઓએ સરકારની સોશ્યલ ડીસ્ટન્સ, સેનીટાઈઝેશન અને કોવીડ-૧૯ સંદર્ભની તકેદારી અંગેની તમામ સુચનાઓનું પાલન કરવાનું રહેશે.
• ૧ થી ૧૪ પૈકી કોઈપણ મુદ્દાઓમાં આપવામાં આવેલ છુટછાટો જાહેર થયેલ કે ભવિષ્યમાં જાહેર થતાં કન્ટેઈનમેન્ટ એરીયાને લાગુ પડશે નહીં.
શરતો
• તમામ જાહેર સ્થળોએ તથા કામના સ્થળોએ ચહેરા ઉપર માસ્ક કે કોઈ કાપડથી મોં ઢાકવું ફરજીયાત છે જેનું ઉલ્લંઘન કરનાર ર૦૦ના દંડને પાત્ર રહેશે.
• જાહેર સ્થળો, પરિવહનની કામગીરીના તમામ જવાબદાર લોકો તથા કામના સ્થળોએ ઓફીસની અંદર અને કંપનીના પરીવહન વગેરે સ્થળોએ આરોગ્ય અને પરીવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરેલ માર્ગદર્શિકા અનુસાર સોશ્યલ ડીસ્ટન્સીંગ(દો ગજ કી દુરી) સુનિશ્ચિત કરવાની રહેશે.
• જાહેર સ્થળોના વ્યવસ્થાપકોએ પ કે તેથી વધુ વ્યકિત ભેગા ન થવા દેવા તથા કામકાજના સ્થળોએ બે શિફટ વચ્ચે જરૂરી અંતર રાખવું, લંચ માટે અલગ અલગ સમયની ફાળવણી વગેરે દ્વારા સોશ્યલ ડીસ્ટન્સ સુનિશ્ચિત કરવું.
• લગ્ન સંબંધી કામગીરીમાં સોશ્યલ ડીસ્ટન્સીંગ સુનિશ્ચિત કરવું અને તેમાં સામેલ થતા વ્યકિતઓની મહત્તમ સંખ્યા પ૦થી વધુ ન થવી જાઈએ.
• જાહેર સ્થળે થુંકવું એ ગુન્હો ગણાશે જેના ઉલ્લંધન બદલ
રૂ. ર૦૦ (અંકે રૂપિયા બસો)ના દંડને પાત્ર રહેશે.
• કામકાજના સ્થળોએ પ્રવેશ અને બહાર નિકળવાના તમામ પોઈન્ટ ઉપરાંત કોમન વિસ્તારોમાં થર્મલ સ્કેનીંગ, હેન્ડવોશ તથા સેનીટાઈઝર સ્પર્શ કર્યા વિનાની સુવિધાવાળું ઉપલબ્ધ કરાવવાનું રહેશે.
• માનવીય સંપર્કમાં આવનાર તમામ કોમન સુવિધાઓ જેવી કે દરવાજાના હેન્ડલ વગેરે સહિત સમગ્ર કામના સ્થળે નિયમીત રીતે સેનીટાઈઝ કરવાના રહેશે.
• પ્રાઈવેટ અને જાહેર એમ તમામ કર્મચારીઓએ આરોગ્ય સેતુ એપનો ઉપયોગ ફરજીયાત પણે કરવાનો રહેશે. તે માટે જે તે સંસ્થાનાં વડાઓએ આ એપનો ૧૦૦ ટકા ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવું.
• જાહેર સ્થળોએ કે ઔદ્યોગિક એકમો, વ્યાપારીક/વ્યવસાયીક એકમો, દુકાનો, સંસ્થાઓ ખાતે પાંચ કે તેથી વધુ વ્યકિતઓએ એકઠા થવું નહીં.
• સમગ્ર જૂનાગઢ જીલ્લામાં જા કોઈ મુસાફર/વ્યકિત જાહેર થયેલ કોરોના વાયરસ પોઝીટીવ વિસ્તારમાંથી મુસાફરી કરીને આવેલા હોય તો તેઓએ તેમજ ખાનગી પ્રેકટીસ કરતા તમામ મેડીકલ, હોમીયોપેથીક, આર્યુવેદીક દવાખાના, ખાનગી હોસ્પીટલોમાં કોરોના લક્ષણ ધરાવતો કોઈપણ શંકાસ્પદ દર્દી જણાય તો તેઓએ હેલ્પ લાઈન નં. ૧૦૪ અને કંટ્રોલ રૂમ નં. ૦ર૮પ-ર૬૩૩૧૩૧ ઉપર તેમજ નજીકની સરકારી હોસ્પીટલના તબીબને ફરજીયાતપણે તુરત જ જાણ કરવાની રહેશે. જે લોકો વિદેશથી કે અન્ય રાજયોમાંથી કે અન્ય જીલ્લામાંથી જૂનાગઢ જીલ્લામાં આવેલ હોય અને જેમને આરોગ્ય વિભાગ દ્વારા ઘરમાં કે નકકી કરાયેલ સંસ્થામાં કે દવાખાનામાં કવોરન્ટાઈનમાં રહેવાનું કહેવામાં આવેલ હોય, તેનું ફજરીયાતપણે પાલન કરવાનું રહેશે. તેમજ તા. ર૪-૩-ર૦ના રોજ કે ત્યારપછીથી લોકડાઉનના સમયગાળામાં જે વ્યકિઓએ કોરોના વાયરસનો ફેલાવો થયેલ જીલ્લાઓમાં પ્રવેશ કરેલ હોય કે તેવા અન્ય જીલ્લામાંથી કે રાજયોમાંથી જૂનાગઢ જીલ્લામાં આવેલ હોય, તેવા લોકોએ સ્વેચ્છાએ આરોગ્ય ખાતાનો/કંટ્રોલ રૂમનો સંપર્ક કરી, પોતાના પ્રવાસ અંગેની જાણ કરવાની રહેશે અને આરોગ્ય ખાતા દ્વારા તેમને આપવામાં આવતા સુચનોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
• કોઈપણ વ્યકિત/સંસ્થા કોરોના વાયરસ અંગેની કોઈપણ પ્રકારની અફવા પ્રિન્ટ કે સોશ્યલ મિડીયા કે ઈલેકટ્રોનિકસ મિડીયા મારફતે ફેલાવશે તો તે ગુનો ગણાશે અને તેમનાં વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
• સમગ્ર જૂનાગઢ જીલ્લામાં લોક કલ્યાણ અને સલામતીને ધ્યાને લઈને ૬પ વર્ષથી વધુ ઉંમરની વ્યકિતઓ, બીમાર વ્યકિતઓ, ગર્ભવતી મહીલાઓ તથા ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ ઘરમાં જ રહેવું ફરજીયાત છે. સિવાય કે આવશ્યક જરૂરીયાતો પુરી કરવા જવું પડે કે આરોગ્યના કારણોસર જવું પડે તયારે કોવીડ-૧૯ સંદર્ભેનાં સરકારનાં તમામ નિર્દેશોનું પાલન કરવાનું રહેશે.
અપવાદ
આ જાહેરનામાથી સરકારી ફરજ અથવા રોજગારમાં હોય તેવી વ્યકિતઓને ફરજ ઉપર હોય તેવી ગ્રામ ગૃહ રક્ષક દળ કે અર્ધ સરકારી એજન્સીઓ, કાયદેસરની ફરજ ઉપર હોય તેવા કર્મચારીઓને તથા ર૦-વ્યકિતઓની મર્યાદામાં સ્મશાનયાત્રામાં જાડાનાર લોકોને તથા સક્ષમ સત્તાધિકારીની પરવાનગી મેળવી હોય તેવી વ્યકિતઓ/સંસ્થાઓને લાગુ પડશે નહી. પરંતુ અપવાદમાં દર્શાવેલ તમામ વ્યકિતઓએ સોશ્યલ ડીસ્ટન્સ જાળવી, સરકારની કોવીડ-૧૯ સંદર્ભેની તમામ ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
સ્પષ્ટીકરણ
• જૂનાગઢ જીલ્લાના જાહેર થયેલ કન્ટેઈનમેન્ટ ઝોનમાં સવારે ૮ થી બપોરનાં ૩ કલાક સુધી ફકત આવશ્યક સેવાઓ અને તેને સંલગ્ન સેવાઓ ચાલુ રહેશે.
• જૂનાગઢ જીલ્લા ખાતે આવેલ હિરા બજાર પ૦ ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકશે. પરંતુ તેઓએ સરકારની સોશ્યલ ડીસ્ટન્સ, સેનીટાઈઝેશન અને કોવીડ-૧૯ સંદર્ભેની તકેદારી અંગેની તમામ સુચનાઓનું પાલન કરવાનું રહેશે. તથા સરકાર તરફથી ભવિષ્યમાં જાહેર થતી એસ.ઓ.પી. બંધનકર્તા રહેશે.
• ગુજરાત સરકારનાં
તા. ૧૮-પ-ર૦ના જાહેરનામા ક્રમાંકઃજીજી/ર૭/ર૦ર૦/ વિ-૧/કઅવ/ ૧૦ર૦ર૦/૪૮ર તથા આ જાહેરનામાથી પ્રતિબંધ કે સરકારની અન્ય કોઈ સુચનાઓ/હુકમોથી પ્રતિબંધીત ન હોય, તેવી તમામ આર્થિક પ્રવૃતિઓ કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સવારનાં ૮ થી બપોરનાં ૪ વાગ્યા સુધી ચાલુ રહેશે. તેમજ લોક-ઈન ફેસેલીટી ધરાવતા ઉદ્યોગો તથા સતત ચાલતી પ્રક્રિયાવાળા ઉદ્યોગો છુટછાટના સમયગાળા સિવાયના સમય માટે ચાલુ રાખી શકાશે. પરંતુ છુટછાટના સમય સિવાય કામદારો/મજુરો કે ઉદ્યોગ સાથે સંકળાયેલ કોઈપણ વ્યકિતઓની અવર-જવર ન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
• વાહન વ્યવહાર કમિશ્નર, ગુજરાત રાજય, ગાંધીનગરનાં પત્ર ક્રમાંકઃસીઓટી/કોવીડ- ૧૯/ર૦ર૦ર૪૪૮, તા. ૩૧-૩-ર૦થી થયેલ સુચના મુજબ આવશ્યક/બીન આવશ્યક માલવાહક વાહનોને આ જાહેરનામાથી માલ-સામાનની હેરફેર તથા ખાલી વાહનના પરીવહન સંબંધી કોઈ પ્રતિબંધ ફરાવવામાં આવેલ નથી.
• તબીબી અને આરોગ્યલક્ષી સેવાઓ આપતા વ્યકિતઓ, વૈજ્ઞાનિકો, નર્સ, પેરા મેડીકલ સ્ટાફ, લેબ ટેકનીશ્યન, મીડ-વાઈફ, દવાખાનાને સંલગ્ન સેવાના કર્મચારીઓ તથા એમ્બ્યુલન્સનાં પરીવહન અવન-જાવનને આ જાહેરનામાથી કોઈ પ્રતિબંધ ફરમાવેલ નથી.
• આવશ્યક સેવાઓમાં ન આવતી હોય તેવી તમામ પ્રવૃતિઓ માટે વ્યકિતઓની આવન-જાવન સાંજનાં ૭ થી સવારનાં ૭ વાગ્યા સુધી સંપૂર્ણ પ્રતિબંધીત રહેશે. પરંતુ સક્ષમ સત્તાધિકારીની મંજુરી મેળવેલા ઔદ્યોગિક એકમો અને તેને સંલગ્ન વ્યકિતઓને આ પ્રતિબંધ લાગુ પડશે નહી.
• જૂનાગઢ જીલ્લાનાં બજાર વિસ્તારો/ માર્કેટ/ શોપીંગ કોમ્પલેક્ષમાં આવેલ દુકાનો પૈકીની એકી સંખ્યાના નંબર ધરાવતી દુકાનો એકી સંખ્યાની તારીખે અને બેકી નંબર ધરાવતી દુકાનો બેકી સંખ્યાની તારીખે ખુલ્લી રાખવાની રહેશે. એક કરતા વધારે નંબર ધરાવતી દુકાનો એકી સંખ્યાની તારીખે ખુલ્લી રહેશે. આ દુકાનોમાં પણ કોઈ એક જ સમયે પાંચ કરતા વધુ વ્યકિતઓ ભેગા થઈ શકશે નહી. આ માટે જૂનાગઢ મનપા વિસ્તારમાં કમિશ્નર, જૂનાગઢ તથા જૂનાગઢ જીલ્લાનાં નગરપાલિકા વિસ્તારો માટે સંબંધી નગરપાલિકાનાં ચીફ ઓફીસરો અને ગ્રામ્ય વિસ્તરો માટે સ્થાનીક પંચાયતે સંબંધીત ખાતા-કચેરી સાથે સંકલનમાં રહી વ્યવસ્થા કરવાની રહેશે. રહેણાંક વિસ્તારોમાં આવેલ એકાકી દુકાનો દૈનિક ધોરણે ચાલુ રહી શકશે.
• સ્ટેડીયમ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ સ્થાનિક સત્તામંડળની મંજુરી મેળવી, ખુલ્લા રહી શકશે. પરંતુ આ પ્રવૃતિઓ જાવા માટે કોઈ દર્શકો આવી શકશે નહી.
• આ જાહેરનામાથી છુટછાટ અપાયેલ પ્રવૃતિઓ સાથે સંકળાયેલ કોઈપણ વ્યકિત જા જાહેર થયેલ કન્ટેઈનમેન્ટ એરીયામાં રહેતી હોય તો તેવી વ્યકિતઓએ કન્ટેઈનમેન્ટ ઝોનની બહાર જવા માટે મંજુરી મળી શકશે નહી.
વિશેષમાં આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય દંડ સહિતનાં કલમ ૧૮૮ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની જાગવાઈ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.

error: Content is protected !!