કોવીડ-૧૯ના સંક્રમણને રોકવા દર્દીઓના સંપર્કમાં આવેલા તેમજ બહારના જિલ્લા,રાજ્યમાંથી આવેલા લોકોને જૂનાગઢ જિલ્લા પ્રશાસન દ્વારા હોમ કોરેન્ટાઈન કરવામાં આવે છે. તારીખ ૧૭/૫/૨૦૨૦ સુધીમાં આવા બહારથી આવેલા કુલ ૧૮૨૪૪ લોકોને હોમ કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. ઉપરાંત ૨૭૪ લોકોને સરકારી ફેસેલીટીમાં તેમજ ૬ લોકોને પ્રાઇવેટ ફેસેલીટીમાં હોમ કોરેન્ટાઈન કરાયા છે. જિલ્લા પંચાયત આરોગ્ય સત્તાવાળાઓના જણાવ્યા આ હોમ કોરેન્ટાઈન કરાયેલ લોકોમાં આંતરરાજ્ય અન્ય જિલ્લામાંથી આવેલા ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા લોકોનો સમાવેશ થાય છે. જૂનાગઢ જિલ્લામાં કોરોનાના સંક્રમણને ફેલાતો અટકાવવા જિલ્લા પ્રશાસન દ્વારા ઘનીષ્ઠ આરોગ્ય વિષયક પગલા લેવા સાથે હોમ કોરેન્ટાઈનનું કડકપણે પાલન કરવા,માસ્ક પહેરવા, સોશીયલ ડિસ્ટન્સ જાળવવા સહિતની કાર્યવાહી કરવામાં આવે છે.