માણાવદર સીટી સર્વે કચેરીનું કામકાજ કર્મચારીઓની ગેરહાજરીને લીધે ઠપ્પ

0

માણાવદર સીટી સર્વે કચેરીનું કામકાજ કર્મચારીઓની ગેરહાજરીના કારણે ઠપ્પ થઈ જવા પામેલ છે જેથી શહેરી નાગરીકોને પોતાની પ્રોપર્ટીને લગતા કામકાજ માટે ધક્કા ખાવા પડી રહ્યા છે. શહેરની આઠેક હજાર જેટલી પ્રોપર્ટીના સરકારી રેકર્ડની જાણવળી થતી નથી. વળી છેલ્લા ર વર્ષ ઉપરાંતથી મેન્ટેનેન્સ સર્વેયરની જગ્યા ખાલી છે જે ચાર્જ આપી રોડવવામાં આવે છે અને તેમાં પણ ઉપરી અધિકારીને મન થાય તે રીતે ચાલુ ચાર્જમાં મેન્ટેનેન્સ સર્વેયરને ખેતીની જમીનની માપણીના ચાર્જમાં મુકી દે છે તેથી ઓફીસ બંધ જેવી સ્થિતિ થઈ ગયેલ છે. કોમ્પ્યુટર ઓપરેટરની જગ્યા પણ વર્ષોથી ખાલી છે. માત્ર એક પટાવાળા અને એક મેન્ટેનેન્સ સર્વેયર તે પણ ચાર્જમાં છે અને તેને પણ અવાર નવાર અન્ય કામગીરી સોંપી દેવામાં આવે છે તેથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. મીલ્કતના ટાઈટલ સબંધી કેશો તથા અપીલોની કામગીરી તથા ફેરફાર નોંધોની અરજીઓ સ્વીકાર નોંધો દાખલ કરી નોટીસો કાઢી નોટીસો રજી.એડી. કરવાની કામગીરી તથા પ્રોપર્ટી કાર્ડ આપવાની કામગીરી સહીતની ફિલ્ડવર્કની રોજીદી તમામ કામગીરી ખોરવાઈ ગયેલ છે. જૂનાગઢ જીલ્લા કચેરી તરફથી વૈકલ્પીક હંગામી નિમણૂંક ન થતા કચેરીનો વહીવટ ઠપ્પ થતા અરજદારોને ભારે હાલાકી ભોગવી પડે છે. પ્રજાને પડતી મુશ્કેલી દુર કરવા તુરંત કાર્યવાહી કરવા પ્રજાજનોમાંથી માંગ ઉઠી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!