મેંદરડાના બે પિતરાઈ ભાઈને બાઈક સહિત ઈકો કારથી આંતરી ૩ શખ્સ છરીની અણીએ રૂપિયા ૧.૪૪ લાખની કિંમતના ૩૬ કિલો વાળ અને રૂપિયા ૩૦,૦૦૦નું બાઈક મળી કુલ રૂા.૧.૭૪ લાખની મતા ૧પ મિનીટમાં લૂંટીને નાસી ગયા હતા. જૂનાગઢ જીલ્લામાં સૌપ્રથમ માનવ વાળની લૂંટનો બનાવ મેંદરડા પોલીસ દફતરે નોંધાતા મેંદરડા પોલીસે હરકતમાં આવી આરોપીઓને તમામ મુદ્દામાલ સાથે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. મેંદરડાના સામા કાંઠા વિસ્તારમાં રહેતા અને માનવ વાળ લે-વેચનો ધંધો કરતા બાલુભાઈ ઉર્ફે બાલો જીલુભાઈ વાઘેલા(ઉ.વ.ર૭) અને તેનો પિતરાઈ ભાઈ નરસીભાઈ વાઘેલા મંગળવારે સવારે સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે રહેતા પિતરાઈ રાજુ વાઘેલાનો ફોન આવતા તેની પાસે માનવ વાળ લેવા જીજે-૧૪-બીએફ-૩૧૯૦ નંબરના બાઈક ઉપર મેંદરડાથી સવારે ૯ વાગ્યે નીકળ્યા હતા. દરમ્યાન બંને ચલાલા પાસે પહોંચતા રાજુ વાઘેલા તેની બાઈક ઉપર રૂા.૧.૪૪ લાખની કિંમતના ૩૬ કિલો વાળનો કોથળો લઈને આવતા તેની પાસેથી માનવ વાળના જથ્થા સાથે મેંદરડા પરત આવવા નીકળ્યા હતા. બપોરે અઢી પોણા-ત્રણ વાગ્યાની આસપાસ જામકા ચોકડીથી મોટી ખોડીયાર ગામની વચ્ચે પહોંચતા જીજે-૩ર-ટી-પ૪પ૦ નંબરની ઈકો કારમાં આવેલા ૩ શખ્સે બાલુભાઈ તથા નરસી વાઘેલાને તેની બાઈક ઉપર રૂપીયા ૧.૪૪ લાખની કિંમત ૩૬ કિલો વાળનો કોથળો લઈને આવતા તેની પાસે માનવ વાળના જથ્થા સાથે મેંદરડા પરત આવવા નીકળ્યા હતા. બપોરે અઢી-પોણા ત્રણ વાગ્યની આસપાસ જામકા ચોકડીથી મોટી ખોડીયાર ગામની વચ્ચે પહોંચતા જીજે-૩ર-ટી-પ૪પ૦ નંબરની ઈકો કારમાં આવેલા ૩ શખ્સે બાલુભાઈ તથા નરસી વાઘેલાને બાઈક સહિત આંતરી બંનેને ઉભા રાખી છરી બતાવી વાળનો કોથળો અને બાઈકની લૂંટ ચલાવીને નાસી ગયા હતા. આ અંગે ફરિયાદ થતા પીએસઆઈ એસ.એન. સોનારાએ ૪ ટીમને સક્રિય કરી કોડીનારના વિરાટનગરમાં રહેતા આરોપી આસીફ જુમ દલ, દિનેશ બાબુ સોલંકી અને સફીર મહમદ સોલંકીને મેંદરડા પાસેથી માનવ વાળ, ઈકો, છરી અને બાઈક સાથે માત્ર ૧૭ કલાકમાં જ ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી હતી.