જાેષીના સાંસદના પરદાદા ભાણવડ તાલુકા પંચાયતના પ્રમુખ હતા
તાજેતરમાં યોજાઈ ગયેલી લોકસભાની ચૂંટણીમાં ૫ લાખ ૭૦ હજાર મતોની નોંધપાત્ર લીડથી જીતેલા તથા રાજ્યમાં ત્રીજા અને દેશભરમાં લીડમાં સાતમા નંબરે સાંસદ તરીકે ચૂંટાયેલા લોકસભાના વડોદરા લોકસભાના સાંસદ ડોક્ટર હેમાંગ જાેશીએ તાજેતરમાં ભાણવડ તાલુકાની ખાસ મુલાકાત લીધી હતી. ભાણવડમાં આવેલા આવેલી બાપુની વાવ ખાતે ત્રિકમાચાર્ય આશ્રમ ખાતે સાંસદ ડો. હેમાંગ જાેશીનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. અહીં હર હર મહાદેવના પ્રચંડ નાદ સાથે ભાણવડ તથા આસપાસના વિસ્તારોના બ્રહ્મ અગ્રણીઓએ તેમનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે ખંભાળિયા તાલુકાના બ્રહ્મ સમાજના આગેવાનો પણ જાેડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ડો. હેમાંગ જાેશીના પરદાદા ભાણવડ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. દાયકાઓ પૂર્વે આ જાેશી પરિવાર ભાણવડમાં રહેતો હતો. તે પછી તેઓ હાલ વડોદરા ખાતે સ્થાયી થયા છે. વડોદરા લોકસભાની ચૂંટણીમાં રંજનબેનનું નામ સાંસદ તરીકે ઉમેદવારીમાંથી એકાએક નીકળી ગયા બાદ ડો. હેમાંગ જાેશી આશરે પોણા છ લાખ જેટલી લીડથી સાંસદ બન્યા છે. ભાણવડ ખાતેના તેમના સન્માન સમારોહમાં ભાણવડના પ્રકાશભાઈ પંડ્યા, ભટ્ટભાઈ, ખંભાળિયાના સંજયભાઈ થાનકી, વિજયભાઈ રાજ્યગુરૂ, કલ્પેશભાઈ થાનકી, વિરેન્દ્ર રાજ્યગુરૂ સાથે પોરબંદરના આગેવાનો પણ જાેડાયા હતા.