દ્વારકામાં SVGYB અને DYP દ્વારા કરવામાં આવ્યો વૃક્ષારોપણ કાર્યક્રમ

0

સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ(SVGYB) તથા દ્વારકા યોગ પરિવાર(DYP)ના સંયુક્ત ઉપક્રમે દ્વારકાના રાવડા તળાવ પાસે તારીખ ૪-૭-૨૦૨૪ ના દિવસે સવારે ૯ વાગ્યે વૃક્ષારોપણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાનથી સમગ્ર ભારતને હરિયાળું કરવાના સંકલ્પ સાથે દ્વારકામાં અલગ અલગ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં દ્વારકા યોગગુરૂ કિશોરભાઈ પાઢ ઉર્ફે ગાંધી, જિલ્લા યોગ કોઓર્ડીનેટર ધનાભા જડિયા, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારકા શહેર મંત્રી ગિરધરભાઈ જાેશી, સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ દ્વારકા સદસ્ય વિષ્ણુભાઈ શીલુ, દ્વારકા ભાજપ યુવા સંગઠન ઉપપ્રમુખ અક્ષયભાઈ બારાઈ, શ્રી ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિ શિક્ષણ મંત્રી અજીતભાઈ પાઢ, પતંજલિ યોગ સમિતિ દ્વારકા સદસ્ય કિરીટભાઈ ઠાકર, દ્વારકા યોગકોચ રેશ્માબેન ગોકાણી, સન્નીભાઈ પુરોહિત, દ્વારકા આયુર્વેદિક સરકારી હોસ્પિટલ સ્ટાફ અભિષેકભાઈ મહેતા, વૈશાલીબેન મહેતા, યોગ ઇન્સ્ટ્રકટર આરતીબેન જાેશી, દ્વારકા યોગ પરિવારના સદસ્યો, ટ્રેનરો, સાધકો વિશેષ ઉપસ્થિત રહ્યા.એક પેડ અપને મા કે નામ આ કાર્યક્રમને અનુલક્ષીને ઉપસ્થિત દરેક મહાનુભાવોએ પોતાની માતાનો ફોટો સાથે રાખી અનેક વૃક્ષોનું રોપણ કર્યુ. અત્રે ઉલ્લેખનીય છે કે દ્વારકામાં સામાજિક કોઈપણ કાર્યક્રમ પ્રસંગે દ્વારકા યોગ પરિવાર ની હાજરી હર હંમેશ હોય જ છે. યોગ ઉપરાંત સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક, સાંસ્કૃતિક વગેરે કાર્યક્રમોનું આયોજન પણ દ્વારકા યોગ પરિવાર દ્વારા કરવામાં આવે છે.

error: Content is protected !!