કોવિડ-૧૯ના પગલે શાળાઓ બંધ થવાથી ભારતને ૪૦૦ અબજ ડોલર કરતાં વધુ નુકસાન ભોગવવું પડશે : વર્લ્ડ બેંક

0

વર્લ્ડ બેંકના એક અહેવાલ મુજબ કોવિડ-૧૯ મહામારીના કારણે લાંબા સમય સુધી શાળાઓ બંધ રહેતા ભારતને ૪૦૦ અબજ ડોલરનું નુકસાન થઈ શકે છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, હાલની પરિસ્થિતિમાં જેવી રીતે શાફ્રાઓને બંધ રાખવામાં આવી છે તેને જાેતાં દક્ષિણ એશિયામાં ૬રર બિલિયન ડોલરનું નુકસાન થઈ શકે છે. ગંભીર બાબત તો એ છે કે, આ નુકસાન હજી ૮૮૦ અબજ ડોલર સુધી પણ પહોંચી શકે છે. આમાંથી સૌથી વધારે નુકસાન ભારતને ભોગવવું પડશે તેમજ દક્ષિણ એશિયાના બધા દેશો તેમના જીડીપીનો નોંધપાત્ર હિસ્સો ગુમાવશે. “બીટન ઓર બ્રોકન ? ઈન્ફોર્માલિટી એન્ડ કોવિડ-૧૯ ઈન સાઉથ એશિયા” નામના આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, વર્ષ ર૦ર૦માં દક્ષિણ એશિયા અત્યારસુધીની સૌથી વધુ ભયંકર મંદીમાં ધકેલાઈ જશે અને આ ક્ષેત્રના અર્થતંત્ર ઉપર કોવિડ-૧૯ની સૌથી વિનાશક અસર થશે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, “દક્ષિણ એશિયાના દેશોમાં શાફ્રાઓ બંધ થઈ જવાથી વિદ્યાર્થીઓ ઉપર ગંભીર અસરો પડશે. ૩૯૧ મિલિયન બાળકોને શાળાથી દૂર રાખવામાં આવ્યા છે જેના કારણે નિરક્ષરતા દૂર કરવાના પ્રયત્નો વધુ મુશ્કેલ બની જશે.” આ અહેવાલમાં આ પણ કહેવામાં આવ્યું હતું કે, “મોટાભાગની સરકારોએ શાળાઓ બંધ થવાના કારણે ઉદ્‌ભવેલી ગંભીર અસરોને ઓછી કરવા અનેક પ્રયાસો કર્યા છે. પરંતુ ઓનલાઈન શિક્ષણના માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું મુશ્કેલ છે.” આ અહેવાલમાં આ પણ નોંધવામાં આવ્યું હતું કે, મહામારીના કારણે પ.પ મિલિયન જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રણાલીમાંથી બહાર નીકળી ગયા હતા જેના કારણે શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર નુકસાન થયું છે અને વિદ્યાર્થીઓની આ પેઢી તેમના સમગ્ર જીવન દરમ્યાન તેની અસરો ભોગવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!