‘ખેલ મહા કુંભ-૧૧’માં કાલરીયા સ્કૂલ જૂનાગઢના અંગ્રેજી માધ્યમના બાળકોને પ્રાપ્ત થયો પુરસ્કાર

0

કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા પ્રેરીત ખેલ મહાકુંભની ૧૧મી શ્રૃંખલામાં વિવિધ પ્રવૃતીઓમાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ પટેલ કેળવણી મંડળ જૂનાગઢ સંચાલીત આર.એસ. કાલરીયા પ્રાયમરી સ્કૂલના અંગ્રેજી માધ્યમ વિભાગને શ્રેષ્ઠ શાળાઓની પસંદગીમાં તૃતીય સ્થાન મળતા આજ રોજ તારીખ ૧૫-૯-૨૦૨૨, ગુરૂવારનાં રોજ કૃષિ યુનિવર્સિટી ઓડિટોરીયમ જૂનાગઢ ખાતે ‘ઝ્રીઙ્મીહ્વટ્ઠિંૈહખ્ત ેંહૈંઅ ્‌રિર્ેખ્તર જીॅર્િંજ’ની થીમ હેઠળ રૂા.૭૫૦૦૦/- નો પુરસ્કાર વિશાળ જનમેદનીની ઉપસ્થિતીમાં પ્રાપ્ત થયેલ છે. આ સિધ્ધિ મેળવવા બદલ શાળાનાં સંબંધિત રમતવીર બાળકો તથા વ્યાયામ શિક્ષકોને શાળાના પ્રિન્સીપાલ અને પટેલ કેળવણી મંડળનાં પ્રમુખ સવજીભાઈ મેનપરાએ શુભ કામના પાઠવેલ છે. મંડળનાં મંત્રી, હોદેદારો અને સભ્યોએ બિરદાવેલ છે. બાળકોના રમત-ગમત ક્ષેત્રે ઉજજવળ ભવિષ્યની શુભકામના પાઠવેલ હતી.

error: Content is protected !!