જૂનાગઢના ભેસાણ તાલુકાના જગવિખ્યાત એવા પરબધામ ખાતે અષાઢી બીજના લોક મેળાની મહોત્સવની ઉજવણીની ધામધુમ પૂર્વક તૈયારીઓ પૂર્ણતાને આરે

0

ભેંસાણ નજીક આવેલા સુપ્રસિદ્ધ તિર્થક્ષેત્ર પરબધામ ખાતે આગામી તા.૭મીએ પરંપરાગત રીતે અષાઢી બીજ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. દર વર્ષે કરતાં આ વર્ષે ધારણાથી પણ વધુ જનમેદની ઉમટે તેવું જણાઈ રહ્યું છે. આ ધાર્મિક મહોત્સવનાં આયોજન માટે તડામાર તૈયારીઓ તૈયારીઓ પૂર્ણતાને આરે છે. પરબધામનાં મહંત કરશનદાસ બાપુ ગુરૂ સેવાદાસ બાપુના સાંનિધ્યમાં યોજાઈ રહેલા અષાઢી બીજ મહામહોત્સવ અંતર્ગત તા.૭ જુલાઈના સવારે ૭ઃ૩૦ વાગ્યે પૂ.બાપુના હસ્તે નિશાન પૂજન અને ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ લોકમેળો ખુલ્લો મુકવામાં આવશે. જાેકે માનવ મહેરામણ તો તા.૬ થી જ આવવાનો શરૂ થઈ જશે. સવારે પૂજન-અર્ચન, યજ્ઞ સહિતના ત્રિવિધ કાર્યક્રમો યોજાશે. ભોજન પ્રસાદ માટે ૫૦૦ બાય ૫૦ ફૂટના મહાકાય પાંચ રસોડામાં રસોઈ તૈયાર કરવામાં આવે છે. ૩૦૦૦ કાઉન્ટર મુકાયા છે. એક પગંતે ૧ લાખ લોકો બેસીને પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખાદ્ય-સામગ્રી લાવવા-લઈ જવા માટે ૧૦૦ ટ્રેક્ટરનો ઉપયોગ થશે. પ્રસાદમાં શુદ્ધ ધીનો શીરો, રોટલી, શાક, ગાંઠિયા, દાળ- ભાત, સંભારો પીરસવામાં આવશે. સ્વયંભુ યોજાતા આ લોકમેળામાં આવતા બાળભાવિકોને ધર્મની સાથે મનોરંજન મળી રહે તે માટે અવનવી રાઈડસ પણ પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ આવી ચૂકી છે. આ વખતે નવી રાઈડસ પણ જાેવા મળશે. પરબધામ ખાતે યોજાનાર લોકમેળા માટે સરકારી અધિકારીઓ પણ મહોત્સવમાં ખડે પગે મામલતદાર આઈ.આર. પારગી, પીએસઆઈ એસ.એન. .કાતરીયા, વીજ ઈજનેર ડી.એમ.ચોચા સહિતના અધિકારીઓ ઉપરાંત જિલ્લા પોલીસ વહિવટી દ્વારા પોલસી તેમજ મહિલા પોલસી તેમજ જી.આર.ડીના જવાનો ખડે પગે ફરજ બજાવશે. આ મહોત્સવમાં આવનાર ભાવિકોને કંઈ તકલીફ ન પડે તેની તકેદારીના ભાગરૂપે સુસજ્જ આયોજન કરી રહ્યા છે.

error: Content is protected !!